Around the WEB

મિર્ઝાપુરનો ‘મુન્ના ભૈયા’ હવે બનશે ઊભરતો લેખકઃ સુરેન્દ્ર મોહન પાઠકે લખેલું પલ્પ ફિક્શન વાંચશે

ટૂંક સમયમાં ઑન-ફ્લોર જનારા વેબ-શોનું નામ ‘બિચ્છુ કા ખેલ’

દિવ્યેંદુ શર્મા અલ્ટ બાલાજીના ક્રાઈમ થ્રિલર શો બિચ્છુ કા ખેલમાં ઊભરતો લેખક બનશે

~પાર્થ દવે

મિર્ઝાપુર’માં મુન્ના ભૈયાના પાત્ર દ્વારા વેબ-જગતમાં ચર્ચા જગાવનારા અભિનેતા દિવ્યેંદુ શર્મા એક ઔર ક્રાઈમ-થ્રિલર વેબ-સિરીઝ કરવા જઈ રહ્યો છે. જો કે, આ વખતે તેનું પાત્ર ગૅન્ગસ્ટરનું નથી પણ લેખકનું છે! એવો ઊભરતો લેખક જે પલ્પ ફિક્શન એટલે કે લુગદી સાહિત્ય વાંચવાનો શોખીન છે. તે ઓમ પ્રકાશ શર્મા, વેદ પ્રકાશ કાંબોજ અને સુરેન્દ્ર મોહન પાઠકે લખેલી નવલકથાઓ વાંચ્યા કરે છે. એમાં એક દિવસ તેના પિતાનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે.

આ ઘટના બાદ તે લેખક કઈ રીતે પોતાના વાંચનનો ઉપયોગ કરીને પિતાના હત્યારાઓ સામે બદલો લે છે અને કેટલી ચાલાકાથી તે કાયદા-કાનૂનમાંથી છટકે છે- તે મુખ્ય વાર્તા છે. અલ્ટ બાલાજી પર આવનારા આ શોનું નામ અત્યારે ‘બિચ્છુ કા ખેલ’ રખાયું છે જેનું શૂટિંગ હવે શરૂ થશે. ‘પ્યાર કા પંચનામા’ના લિક્વિડથી કરીને ‘ટૉઈલેટ: એક પ્રેમકથા’ના અક્ષય કુમારના મિત્ર નારાયણ શર્મા અને છેલ્લે ‘મિર્ઝાપુર’નો મુન્ના ભૈયાઃ દિવ્યેંદુ જુદા-જુદા પાત્રો કરવા માટે જાણીતો છે અને આવનારી આ સિરીઝમાં પણ તેનું તે વલણ દેખાઈ આવે છે. છેલ્લે તે ડિજિટલ પ્લેટફૉર્મ હોટસ્ટાર પ્રિમીયમની ફિલ્મ ‘કાનપુરીયે’માં અપારશક્તિ ખુરાના સાથે દેખાયો હતો.

વિવાદિત યોગ ગુરુ બિક્રમ ચૌધરી પર આવી રહ્યો છે વેબ શો, નેટફ્લીક્સ પર રિલીઝ થશે

Image source: Instagram

0 comments on “મિર્ઝાપુરનો ‘મુન્ના ભૈયા’ હવે બનશે ઊભરતો લેખકઃ સુરેન્દ્ર મોહન પાઠકે લખેલું પલ્પ ફિક્શન વાંચશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: