Interviews Movies Television

ડૉ.હાથી ઉર્ફે નિર્મલ સોનીએ શૉ કરતા પહેલા ક્યારેય નહોતી વાંચી ‘દુનિયાને ઉંધા ચશ્મા’ કૉલમ!! વાંચો ખાસ વાતચીત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા… સૌથી ફેમસ થયેલા આ શૉ વિશે આજકાલ એક જ ચર્ચા હોય છે દયાભાભી પાછા આવશે કે નહીં ? પરંતુ આજે આપણે વાત કરીએ શૉના એક એવા ગુજરાતી કલાકાર સાથે જેમના વિશે ખૂબ ઓછી ચર્ચા થઈ છે. મૂળ મહુવાની બાજુના ગામ દાઠાના…કેટલોક સમય તળાજામાં રહેલા અને હાલ મુંબઈ રહેતા નિર્મલ સોની એટલે કે તારક મહેતાના ડૉક્ટર હાથી વિશે. નિર્મલ સોની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ શરૂ થયો ત્યારે પણ ડૉ. હાથીના રોલમાં હતા. જો કે વચ્ચે તેઓ થોડા સમય માટે શૉથી છૂટા પડ્યા અને હવે ફરી દર્શકોને હસાવી રહ્યા છે.

નિર્મલ સોની બોલીવુડમાં પણ સારુ કામ કરી ચૂક્યા છે. તેમની કરિયર એડફિલ્મ્સ ખાસ તો શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તો તારક મહેતા… પહેલા તેઓ ઝી ટીવી પર કબૂલ હૈ નામની સિરીયલમાં પણ કામ કરી ચૂક્યા છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શૉમાં તેઓ ફિમેલ રોલમાં હતા. જેના માટે તેમને ઝી એવોર્ડ્ઝમાં બેસ્ટ કોમેડિયનનું નોમિનેશન પણ મળ્યું હતું. આ ઉપરાંત નિર્મલ સોની 2001માં ઈટીવી પર આવતી ‘ટીનએજર’ નામની ગુજરાતી સિરીયલમાં પણ કામ કરી ચૂક્યા છે.  તો ચાલો વાંચી લો એમની સાથેની વાતચીત.

તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે પહેલા પણ સંકળાયેલા હતા. પહેલી વખત આ શો કેવી રીતે મળ્યો હતો ?

  • જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માટે ઓડિશન્સ ચાલતા હતા ત્યારે નીલા ટેલિફિલ્મસના પ્રોડક્શન મેનેજરને ફોટોઝ મેઈલ કર્યા છે. પણ મને ખબર નહોતી કે ‘તારક મહેતા…’ શું છે, કે આ શૉ માટે ઓડિશન છે. બસ એટલું જ ખબર હતી કે એક કોમેડી શૉ બની રહ્યો છે. તો અરવિંદભાઈએ તરત કૉલ કર્યો કે આઈ હેવ અ વર્ક ફોર યુ. કાલે કોલ કરીશ. પણ બીજા દિવસે ફોન ન આવ્યો. એટલે બે ત્રણ દિવસ સુધી વેઈટ કર્યો પછી પૂછ્યું તો મને ખબર પડી કે કેરેક્ટર માટે હું સેકન્ડ ઓપ્શન હતો. અને જે ફર્સ્ટ ઓપ્શન હતા તે શૉ કરી રહ્યા હતા. પછી અચાનક 10 દિવસ ગયા અને રાત્રે અરવિંદભાઈએ ફરી ફોન કરી પૂછ્યું ક્યાં છો ? મેં કહ્યું ઘરે છું. એમણે પૂછ્યું હમણાં ઓડિશન માટે આવી શકો. એટલે મને એમ કે રોલ તો રહ્યો નથી તો શું ? પાછું બીજા જ દિવસે શૂટ હતું. મેં તાત્કાલિક ઓડિશન આપ્યું. આઈ સિલેક્ટેડ અને નેક્સ્ટ ડે શૂટ શરૂ કરી દીધું.

તમે ગુજરાતી છો. ગુજરાતીઓમાં તારક મહેતાની દુનિયાને ઉંધા ચશ્મા કૉલમ ખૂબ ફેમસ છે. તમે શૉમાં એક્ટ કરતા પહેલા ક્યારેય દુનિયાને ઉંધા ચશ્મા વાંચી હતી ?

  • ઓનેસ્ટ્લી કહું તો જ્યારે શૉ સાઈન કર્યો ત્યારે આના વિશે આઈડિયા નહોતો. તારક મહેતાનું નામ સાંભળ્યું હતું. અમારા ઘરે ચિત્રલેખા રેગ્યુલર આવતું હતું. મમ્મી-પપ્પા વાંચતા હતા પણ મને કોઈ આઈડિયા નહોતો. શૉ સાઈન કર્યો ત્યારે 26 વર્ષનો હતો અને વાંચવું નહોતું ગમતું. પછી ખબર પડી કે શો જેના પરથી બન્યો છે તે કૉલમ મોટું નામ છે. અને શૉ સાઈન કર્યા પછી કૉલમ વાંચી.

બીજી વખત આ શૉનો ભાગ બનીને કેવું લાગે છે ?

  • પાછા આવવાનું ગમ્યું છે. મારા મમ્મી પપ્પાને શૉ ખૂબ ગમતો. તારક મહેતા છોડ્યું ત્યારે પણ પપ્પાએ પુછ્યુ હતું કે કેમ શૉ છોડ્યો. પછી પપ્પા એમ પણ કહેતા કે તક મળે તો આ શૉ કરજે. પણ પપ્પા તો દોઢ વર્ષ પહેલા એક્સપાયર થયા. એમના નિધનના 3-4 દિવસ પહેલા જ છેલ્લી એમની સાથે વાત થઈ હતી ત્યારે પણ એમણે કહ્યું હતું કે જો તારક મહેતામાંથી ફોન આવે તો કરી લેજે. મારા પપ્પાને કેન્સર હતું, એટલે અમને ખબર હતી કે વધારે દિવસો નથી. ત્યારે આઝાદભાઈ ઓલરેડી રોલ કરતા હતા. એટલે ત્યારે તો મેં હા હા કરી લીધી. અને ચાર દિવસ પછી પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી તો અમે વાત ભૂલી ગયા. એક દિવસ અચાનક આઝાદભાઈના સમાચાર આવ્યા. એના 4-5 દિવસ પછી મમ્મીએ પપ્પાની વાત યાદ કરાવી. મમ્મીએ કહ્યું કે ફોન આવે તો ના નહીં પાડતો. અને મને ફરી એપ્રોચ થયો ને મેં રોલ સ્વીકાર્યો. છ મહિના પછી મધર પણ એક્સપાયર થઈ ગયા. પણ મને ખુશી એ વાતની છે કે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી થઈ અને મારા મમ્મી એ જોઈને ગયા.

પહેલી વખત શૉ છોડવાનું કારણ શું રહ્યું ?

  • આમ તો ખાસ કોઈ કારણ નહોતા. પણ મારા અને પ્રોડ્યુસર વચ્ચે કેટલાક ક્રિએટિવ ડિફરન્સને કારણે શો છોડ્યો હતો. ફરી ફેમિલીમાં પાછા ફરીને ગમે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આટલા વર્ષોથી ચાલે છે. હવે તો ફેમિલી જેવું લાગતું હશે. તો સેટ પરનો એક્સિપિરિયન્સ કેવો હોય છે ?

  • હા, સેટ પર તો હવે ફેમિલિ જેવું થઈ ગયું છે. એટલે સુધી કે અમે બધા પોતાના ઘરેથી જમવાનું લઈ આવીએ. સાથે જમીએ. સિરીયલમાં જે મારા વાઈફ છે મિસિઝ હાથી એ અંબિકાજી મુંબઈમાં પણ મારા પાડોશી છે તો ક્યારેક સાથે શૂટ પર જઈએ. ક્યારેક રિડીંગ ચાલતું હોય તો ઈમ્પ્રોવાઈઝ થાય તો, એમાંય અમે મજાક મસ્તી કરીએ. કેટલાક કૉડવર્ડ પણ અમે વિક્સાવ્યા છે, સેટ પરના. એટલે ક્યારેક કોડવર્ડમાં વાત કરીએ. શૂટ કરતા કરતા જ ક્યારેક એટલું હસીએ કે શૂટ અટકાવી પણ દેવું પડે.

nirmal-soni-1.jpg

ગોકુલધામમાંથી તમારું ફેવરિટ કેરેક્ટર કયું છે ?

  • (તરત જ જવાબ આપતા કહે છે)જેઠાલાલ…

તો હવે એ પણ કહી દો કે સેટ પર દિલીપભાઈની ખાસ આદત શું છે ? કે સેટ પર એ શું કરતા હોય છે ?

  • દિલીપભાઈની સેન્સ ઓફ હ્યુમર તેમની શાનદાર છે. ઓનસ્ક્રીન તો એ બધાના ફેવરિટ છે જ પણ ઓફ સ્ક્રીન પણ એમની સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે. મસ્તી કરતા કરતા રિયલમાં પણ વનલાઈનર મારે છે. હું તો એમને જ ઓબ્ઝર્વ કરતો હોઉં છે કે એ કયા વનલાઈનર્સ બોલ્યા !

તમારું વજન આમ તો તમારી યુએસપી છે, પણ રિયલ લાઈફમાં પ્રોબ્લેમ્સ આવે છે ?

  • મને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે. મારા ફાધર મધર બધા જ હેવીવેઈટ હતા. તમને માનશો નહીં પણ અમારા ફેમિલીમાં 100 કિલોથી ઓછા વજનનું કોઈ નથી. જો કે હેલ્થ રિલેટેડ આ વજનની તકલીફ સિવાય કોઈ તકલીફ નથી. એટલે સુધી કે હું સારો ડાન્સર છું. હા ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા વજનને કારણે લોકો મને જાડિયો કહીને ચીડવતા તો મને ગુસ્સો આવતો. એક કિસ્સો તો એવો છે કે મામાને ત્યાં તળાજા રહેતો ત્યારે એક છોકરાએ મને જાડો કહ્યો, તો મેં એને માર્યો હતો. એને લોહી નીકળ્યું. પછી ઈન્ડસ્ટ્રીમાં આવ્યો તો રિયલાઈઝ થયું તો ઓવરવેઈટ યુએસપી છે. એટલે માઈનસ પોઈન્ટને પ્લસ પોઈન્ટ બનાવ્યો

આ પણ વાંચોઃસલમાન ખાને ડેઈઝી શાહની ફિલ્મ ‘ગુજરાત 11’ માટે કહ્યું…

  • ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા મળે તો કરવું છે. અત્યારે જે ગુજરાતી ફિલ્મોબની છે એ મને ખૂબ ગમી છે. ખાસ તો ચાલ જીવી લઈએ, છેલ્લો દિવસ હતી, એમાં મજા પડી છે. ગુજરાતી કન્સેપ્ટમાં સારી ફિલ્મો બની રહી છે. ઈવન મચ્છુનો પ્રોમો પણ પ્રોમિસિંગ છે. મને ખુશી છે કે માતૃભાષામાં સારુ કામ થઈ રહ્યું છે. એટલે તક મળે તો ચોક્કસ ગુજરાતી ફિલ્મો કરીશ.

 

0 comments on “ડૉ.હાથી ઉર્ફે નિર્મલ સોનીએ શૉ કરતા પહેલા ક્યારેય નહોતી વાંચી ‘દુનિયાને ઉંધા ચશ્મા’ કૉલમ!! વાંચો ખાસ વાતચીત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: