Television

પતિ પર લગાવેલા ઘરેલુ હિંસાના આરોપ વિશે શ્વેતા તિવારીએ આખરે ચુપ્પી તોડી

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની અંગત જિંદગીને લઈને આજકાલ ચર્ચામાં છે. થોડા સમય પહેલા શ્વેતાએ પોતાના બીજા પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. શ્વેતા અગાઉ પોતાના પહેલા પતિ પર પણ મારપીટ કર્યાનો આરોપ લગાવી ચૂકી છે.

શ્વેતા તિવારીનો શો ‘મેરે ડેડ કી દુલ્હન’ શરુ થાય એ પહેલા જ વિવાદોમાં ફસાયો

શ્વેતાએ ફરિયાદ કરી હતી કે અભિનવ પોતાની સાવકી દીકરી સામે ખરાબ ભાષાનો ઉપયોગ કરતો હતો. શ્વેતાએ એ પછી આ અંગે જાહેરમાં કે સોશિયલ મીડિયા પર કોઈ વાત કરી નથી પણ તાજેતરમાં શ્વેતાએ આ અંગે ચુપ્પી તોડી. પોતાના અપકમિંગ શો ‘મેરે ડેડ કી દુલ્હન’ના પ્રમોશનના ભાગરૂપે તેણે મીડિયા સાથે વાત કરી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જે મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર થાય છે તેમને તે શું કહેવા માગે છે? ત્યારે શ્વેતાએ જવાબ આપ્યો કે, “જે લોકો એમ કહે છે કે અચ્છા બીજી વાર પણ આવું થયું? આવું ન થઈ શકે. હું કહીશ કે આવું કેમ ન થઈ શકે? કમ સે કમ મારી પાસે એટલી હિમ્મત તો છે કે મને જો બીજી વાર પણ આ સમસ્યાનો સામનો કરવાનો થયો તો હું ડર્યા વિના આ અંગે બોલી શકું.”

સાવકા પિતા વિશે શ્વેતા તિવારીની દીકરીએ કર્યા ઘટસ્ફોટ, સોશિયલ મીડિયા પર લખ્યું કે..

શ્વેતાએ કહ્યું કે, લોકો શું કહે છે તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો. હું ફક્ત એ જ કરીશ જે મારા બાળકોના પર્સનલ ગ્રોથ માટે સાચું હોય.

Image source: Instagram

0 comments on “પતિ પર લગાવેલા ઘરેલુ હિંસાના આરોપ વિશે શ્વેતા તિવારીએ આખરે ચુપ્પી તોડી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: