Around the WEB

વિવાદિત યોગ ગુરુ બિક્રમ ચૌધરી પર આવી રહ્યો છે વેબ શો, નેટફ્લીક્સ પર રિલીઝ થશે

એક યોગી જે ૪૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં યોગ કરતો હતો, જેના શિષ્યોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનનું નામ આવે છે, જેમના ઉપર યૌન ઉત્પીડનનો આરોપ છે એવા યોગ ટીચર પર આધારિત વેબ શો નેટફ્લીક્સ પર આવી રહ્યો છે. આ એક પ્રકારનો ડોક્યુમેન્ટરી શો છે. આ ફિલ્મમાં બિક્રમની જિંદગીના દરેક પાસા દેખાડવામાં આવશે. શોનું નામ છે- ‘બિક્રમ: યોગી, ગુરુ, પ્રીડેટર’. આ શોના નામ પરથી જ તેના કન્ટેન્ટનું અનુમાન લગાવી શકાય છે.

તાજેતરમાં શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં બિક્રમ ચૌધરીના જીવનની ઝલક દેખાડવામાં આવી છે. કઈ રીતે તેઓ યોગ ટીચરથી ગુરુ બની જાય છે અને કઈ રીતે તેમનું સામ્રાજ્ય ખતમ થઈ ગયું. આ શોમાં કેટલીક મહિલાઓ પણ છે જે તેમના વિશે વાત કરે છે. તેઓ કહે છે કે બિક્રમ પડદા આગળ એક ટીચર હતો, પણ અસલી રૂપ તેનું બીજું જ હતું.

સુંદરતાના માપદંડો અંગે જેમ્સ બોન્ડ મૂવીની રાઈટર બોલી- ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છું

બિક્રમ ચૌધરીનું જીવન બહુ જ વિવાદાસ્પદ રહ્યું હતું. તેમના પર અનેક મહિલાઓના યૌન શોષણનો આરોપ પણ છે. કોલકાતામાં જન્મેલા બિક્રમ ચૌધરીએ લગભગ ૨૬ યોગ આસન પર પોતાની પેટન્ટ કરાવી હતી. તેમણે યોગ મારફતે અમેરિકામાં પણ સંપત્તિ ભેગી કરી હતી. આરોપો બાદ તેમને ઘણું નુકસાન થયું હતું.

ધ ફેમિલી મેન- મનોજ બાજપાઈનો ‘કરારો જવાબ’ (વાંચો આ વેબ સિરીઝ વિશે)

નેટફ્લીક્સ પર દરેક પાસાં કવર કરવામાં આવશે. આ શો ૨૦ નવેમ્બરના દુનિયાભરમાં રિલીઝ થશે.

Image source: Instagram

0 comments on “વિવાદિત યોગ ગુરુ બિક્રમ ચૌધરી પર આવી રહ્યો છે વેબ શો, નેટફ્લીક્સ પર રિલીઝ થશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: