Bollywood

૨૫ વર્ષ બાદ અમોલ પાલેકર કરશે કમબેક, આ છે પ્રોજેક્ટ

દિગ્ગજ એક્ટર અમોલ પાલેકર ૨૫ વર્ષ બાદ સ્ટેજ પર કમબેક કરશે. તેઓ થ્રિલર ડ્રામા હિન્દી પ્લે ‘કુસૂર’માં જોવા મળશે. આ પ્લે સંધ્યા ગોખલેએ લખ્યું છે અને તેમણે અમોલ પાલેકર સાથે મળીને ડિરેક્શન પણ કર્યું છે.

કિશોર કુમારે ચાર વાર લગ્ન કર્યા હતા, એ.કે. સહેગલને મળવા 18 વર્ષની વયે મુંબઈ પહોંચી ગયા હતા

આ નાટકમાં અમોલ રીટાયર્ડ એસીપી દંડવતેનું પાત્ર ભજવશે. આ વિશે વાત કરતા અભિનેતાએ જણાવ્યું કે, “ઝડપી ભાગનારી વાર્તામાં આવતા ટ્વીસ્ટ, ધારણાઓને બદલી દે તેવા ડીપ સબ્જેક્ટ આપણા માનસપટ પર છવાયેલા રહે છે. એક કલાકાર તરીકે આ ઉંમરમાં આવી ભૂમિકા ભજવવી મારા માટે પડકારજનક છે કેમકે પાત્ર માટે સખત ભાવનાત્મક અને શારીરિક ઊર્જાની જરૂર છે.”

46600291_355199675237594_1347656618037511786_n.jpg

ક્યારે થશે આ શોનું પ્રીમિયર?

૨૪ નવેમ્બરના અમોલ પાલેકર ૭૪ વર્ષના થશે. આ જ દિવસે ટાટા થિયેટર, એનસીપીએ, મુંબઈમાં આ શોનું પ્રીમિયર કરવામાં આવશે. અમોલે ફિલ્મી કરિયરની શરૂઆત ૧૯૭૧માં મરાઠી સિનેમાથી કરી હતી. એ પછી તેઓ ૧૯૭૪માં બોલીવુડમાં આવ્યા અને બાસુ ચેટર્જીની રજનીગંધાથી છવાઈ ગયા.

કોમેડિયન જોની વોકર બસ કન્ડક્ટર હતા; આ અભિનેતાને કારણે મળી ફિલ્મોમાં એન્ટ્રી

43112196_1947133725582382_1085688745611521145_n

પર્સનલ લાઈફની વાત કરીએ તો અમોલ પાલેકરે બે વખત લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ ચિત્રા અને બીજી પત્નીનું નામ સંધ્યા ગોખલે છે. તેમને બે દીકરીઓ છે.

Image source: Instagram

0 comments on “૨૫ વર્ષ બાદ અમોલ પાલેકર કરશે કમબેક, આ છે પ્રોજેક્ટ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: