ગુજરાતી સિનેમા

જ્યારે સંજય ગલસરે ગાયું ફિલ્મ ‘હેલ્લારો’નું ગીત ‘સપના વિનાની રાત’

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારો રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મના એક્ટર્સથી લઈને દર્શકો જબરજસ્ત વખાણ કરી રહ્યા છે. કહી શકાય કે ફિલ્મ જોયા બાદ તમામ લોકો ફિલ્મ પર ઓળઘોળ થઈ રહ્યા છે, ફિલ્મના ખોબલેને ખોબલે વખાણ કરી રહ્યા છે. ડિરેક્ટર અભિષેક શાહ, એક્ટર્સ, સિનેમેટોગ્રાફર, સંગીતકાર, સિંગર્સ તમામ લોકોના વખાણ થઈ રહ્યા છે. ફિલ્મના ગીતો પણ એટલા જ લોકપ્રિય બન્યા છે. ખાસ તો વાગ્યો રે ઢોલ અને અસવાર ખૂબ જ હિટ સાબિત થઈ રહ્યા છે. જો કે ફિલ્મની શરૂઆતમાં આવતા ગીત સપના વિનાની રાતને પણ લોકો વધાવી રહ્યા છે.

તાજેતરમાં જ જાણીતા એક્ટર સંજય ગલસરે પણ આ ગીત ગાયું છે. સંજય ગલસરે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ફિલ્મ હેલ્લારોનું ગીત સપના વિનાની રાત ગાતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં સંજયની જોડે હેલ્લારોના એક્ટર નીલેશ પરમાર પણ છે. અને બંને ભેગા થઈને સપના વિનાની રાત ગાઈ રહ્યા છે. વીડિયોમાં બંને ગીતના ભાવમાં ખોવાઈ ગયેલા દેખાઈ રહ્યા છે.

અહીં જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે ફિલ્મ નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ હેલ્લારો 8 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મેન જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મના ગીતો સૌમ્ય જોશીએ લખ્યા છે અને સંગીત જાણીતા સંગીતકાર મેહુલ સૂરતીએ આપ્યું છે.

આ પણ વાંચોઃ હરખનો હેલ્લારોઃકેમ ખાસ છે અને કેમ જોવી જરૂરી છે ફિલ્મ ?

સંજય ગલસરના વર્કફ્રંટની વાત કરીએ તો સંજય છેલ્લે બહુ ના વિચારમાં દેખાયા હતા. આ ઉપરાંત તેઓ શુભારંભ અને મલ્હાર ઠાકરની ફિલ્મ દુનિયાદારીમાં પણ કામ કરી ચૂક્યા છે. ફિલ્મોની સાથે સંજયના નાટકો મસાજ, જાને વો કૈસે લોગ સહિત સંખ્યાબંધ નાટકોમાં કામ કરી ચૂક્યા છે.

0 comments on “જ્યારે સંજય ગલસરે ગાયું ફિલ્મ ‘હેલ્લારો’નું ગીત ‘સપના વિનાની રાત’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: