Hollywood

સુંદરતાના માપદંડો અંગે જેમ્સ બોન્ડ મૂવીની રાઈટર બોલી- ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છું

સિનેમા હંમેશા સામાજિક મુદ્દાઓ પર ભાર મૂકે છે. હવે તો દરેક કલાકારો પણ પોતાની વ્યથા જાહેરમાં બોલે છે. સુંદરતાના માપદંડોને લઈને ફિલ્મી જગત પણ ક્યાંક પૂર્વગ્રહો ધરાવે છે તેવું ઘણા કલાકારો બોલી ચૂક્યા છે. તાજેતરમાં અભિનેત્રી તથા રાઈટર તરીકે જાણીતી ફીબી વોલર બ્રિજે આ અંગે ખુલાસો કર્યો હતો અને ડિપ્રેશન બાબતે ચર્ચા કરી હતી.

61060278_101669974392750_956435629913786702_n

અગાઉ દીપિકા  પદુકોણ અને ભૂમિ પેડનેકર પણ આ અંગે બોલી ચૂક્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલી બાલા ફિલ્મમાં પણ બ્યુટી સ્ટાન્ડર્ડને લઈને સમાજની માનસિકતા રજૂ થઈ છે. ફીબી વોલર બ્રિજે ‘બ્યુટી સ્ટાન્ડર્ડ’ અને ‘આદર્શ સ્ત્રીની ઈમેજ’ અંગે બીસીસી સાથે વાત કરી. ફીબીએ કહ્યું કે ડ્રામા સ્કૂલ છોડ્યા બાદ તેને બહુ જ મર્યાદિત રોલ ઓફર થતા. તેના લીધે તે ‘આઈડલ વર્ઝન ઓફ વુમન’ને લઈને દબાવમાં આવી ગઈ હતી.

51669867_553573421808304_4400994977693608073_n

ફીબીએ કહ્યું કે, મારી પાસે દિમાગ અને સ્માર્ટનેસ બંને હતા, પણ મને થયું કે મારે સાબિત કરવું પડશે કે હું સુંદર અને મહત્વાકાંક્ષી પણ છું. સુંદરતાના આ માપદંડો પર તમને યંગ એજથી કામ કરવું પડે છે. હું આ મામલે પોતાને જસ્ટીફાઈ કરી શકતી ન હતી. તેને લીધે હું ડિપ્રેશનમાં હતી. તેણે કહ્યું કે રોલ ન મળવાને લીધે મેં કોમેડી ડ્રામા સિરીઝ લખી.

No Time To Dieનું પહેલું પોસ્ટર રિલીઝ, જેમ્સ બોન્ડ લુકમાં ડેનિયલ ક્રેગનો સ્વેગ

ઉલ્લેખનીય છે કે, ફીબી જેમ્સ બોન્ડની આગામી સિરીઝ ‘નો ટાઈમ ટુ ડાઈ’ની કો-રાઈટર પણ છે. આ ફિલ્મ ૮ એપ્રિલ ૨૦૨૦ના રિલીઝ થશે. આ સિવાય ફીબી જાણીતી અને અનેક એવોર્ડ મેળવી ચૂકેલી વેબ સિરીઝ ‘ફ્લીબેગ’માં પણ અભિનય કરી ચૂકી છે.

Image source: Instagram

0 comments on “સુંદરતાના માપદંડો અંગે જેમ્સ બોન્ડ મૂવીની રાઈટર બોલી- ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: