ગુજરાતી સિનેમા Movies

ડિરેક્ટર ધર્મેશ મહેતાને ઈંગ્લેન્ડના ‘હાઉસ ઓફ કોમન’માંથી મળ્યું ખાસ આમંત્રણ

ગુજરાતી ડિરેક્ટર ધર્મેશ મહેતાને ઈંગ્લેન્ડના હાઉસ ઓફ કોમનમાં હાજરી આપવા ખાસ આમંત્રણ મળ્યું છે. ધર્મેશ મહેતાને ઈંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન ઉપરાંત હાઉશ ઓફ લોર્ડઝ અને વેસ્ટમિન્સ્ટર પેલેસમાં હાજરી આપવા માટે ઈંગ્લેન્ડના સાંસદે આમંત્રણ આપ્યું છે. ઈંગ્લેન્ડના સાંસદ ગેરેથ થોમસે ખાસ પત્ર લખીને ધર્મેશ મહેતાને ઈંગ્લેન્ડ આવવા અને કાર્યક્રમમાં ભાગ લેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગેરેથ થોમસ ઈંગ્લેન્ડના હેરો વેસ્ટ વિસ્તારના સાંસદ છે.

3f98ff87-b50b-42fd-80d1-9d70a3f6811c.jpg

ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારવા અને લોકો સુધી પહોંચાડવામાં ધર્મેશ મહેતાના પ્રદાન માટે તેમને આમંત્રણ અપાયું છે. આ દરમિયાન બ્રિટનની પાર્લામેન્ટમાં ખાસ સેલિબ્રેશન પણ થશે. જેમાં ધર્મેશ મહેતાનું સન્માન કરાશે. મળતી માહિતી પ્રમાણે લગભગ 12 ડિસેમ્બરે ધર્મેશ મહેતા હાઉસ ઓફ કોમનમાં હાજરી આપી શકે છે. આ મામલે સિનેમા સાહિત્યએ ડિરેક્ટર ધર્મેશ મહેતા સાથે વાત કરી. ધર્મેશ મહેતા આ આમંત્રણથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે,’આ મારા માટે મોટું સન્માન છે. જે દેશે આપણા પર રાજ કર્યું, એ જ દેશના લોકો ત્યાં બોલાવીને સન્માન કરે એનાથી વધુ શું હોઈ શકે ?’

આ પણ વાંચોઃડેયઝી શાહ બાદ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરશે આ બોલીવુડ એક્ટર

ડિરેક્ટર ધર્મેશ મહેતાની ફિલ્મ ‘ચીલ ઝડપ’ પણ હજી કેટલાક સમય પહેલા જ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તેઓ ભવ્ય ગાંધી, મનોજ જોશી અને કેતકી દવે સ્ટારર પપ્પા તમને નહીં સમજાય પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે. આ ફિલ્મને ખૂબ જ સફળતા મળી હતી. આ ઉપરાંત લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શરૂઆતના કેટલાક એપિસોડ્સ પણ તેમણે ડિરેક્ટ કર્યા હતા. સાથે જ તેઓ આર. કે. લક્ષ્મણ કી દુનિયા પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે. હવે તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ ‘હું, મારી વાઈફ ને એનો હસબન્ડ’ લઈને આવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી પારિતોષ પેઈન્ટરે લખી છે. ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.

0 comments on “ડિરેક્ટર ધર્મેશ મહેતાને ઈંગ્લેન્ડના ‘હાઉસ ઓફ કોમન’માંથી મળ્યું ખાસ આમંત્રણ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: