Bollywood

અક્ષય કુમાર હવે ‘બેલ બોટમ’માં જોવા મળશે, ફિલ્મની રિલીઝ ડેટ જાણી લ્યો

બોલીવુડ ખિલાડી અક્ષય કુમારની ખાસ વાત એ છે કે તે પોતાના ચાહકોને વધુ રાહ નથી જોવડાવતો. દર વર્ષે તેની એક-બે ફિલ્મ તો રિલીઝ થાય જ છે. હાઉસફુલ-૪માં ધમાલ મચાવ્યા બાદ તેની આગામી ફિલ્મોનું લિસ્ટ લાંબુ છે જેમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે.

bell bottom.jpg

‘ચેહરે’ની રિલીઝ ડેટ જાહેર, અમિતાભ બચ્ચન સાથે પહેલી વાર કામ કરશે ઈમરાન હાશ્મી

તાજેતરમાં અક્ષયે આગામી ફિલ્મની જાહેરાત કરી છે જેનું નામ છે ‘બેલ બોટમ’. આ ફિલ્મના ફર્સ્ટ લુકમાં તે રેટ્રો લુકમાં જોવા મળે છે અને ૮૦ના દાયકાની યાદ અપાવે છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં અક્ષય બેલ બોટમ સ્ટાઈલ પેન્ટ પહેરેલો દેખાય છે.

અક્ષય કુમારે આ ફોટો શેર કરીને લખ્યું કે, “૮૦ના દાયકામાં જવા માટે તૈયાર થઈ જાઓ. રોલર કોસ્ટર સ્પાય રાઈડ, ફિલ્મ ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ના રિલીઝ થશે.” રિપોર્ટ્સ મુજબ આ કન્નડ ફિલ્મ બેલ બોટમની રીમેક છે જેનું નિર્દેશન જયતીર્થે કર્યું હતું.

Image source: Twitter

0 comments on “અક્ષય કુમાર હવે ‘બેલ બોટમ’માં જોવા મળશે, ફિલ્મની રિલીઝ ડેટ જાણી લ્યો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: