ગુજરાતી સિનેમા Movies

સલમાન ખાને ડેઈઝી શાહની ફિલ્મ ‘ગુજરાત 11’ માટે કહ્યું…

બોલીવુડના દબંગ સ્ટાર હાલ પોતાની અપકમિંગ ફિલ્મો દબંગ 3 અને રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે આ વ્યસ્તતા વચ્ચે પણ સલમાન ખાને એક એવું ટ્વિટ કર્યું છે, જે ગુજરાતી ફિલ્મોના ચાહકોને ખુશ કરી દેશે. સલમાન ખાનને અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’નું ટીઝર ખૂબ પસંદ આવ્યું છે. સલમાને ડેઈઝી શાહની ડેબ્યુ ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’નું ટીઝર ટ્વિટ કરીને પોતાની ‘જય હો’ની કો સ્ટારને શુભેચ્છા પાઠવી છે.

સલમાન ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ‘ગુજરાત 11’નું ટીઝર શૅર કર્યું છે. સાથે જ દબંગ ખાને લખ્યું છે,’એક સુંદર ચાઈલ્ડ ફ્રેન્ડ્લી સ્પોર્ટિંગ ફિલ્મ ગુજરાત 11નું ટીઝર. ડેઈઝી શાહને શુભેચ્છા.’ ઉલ્લેખનીય છે કે ડેઈઝી શાહે બોલીવુડમાં સલમાન ખાનની ફિલ્મ ‘જય હોથી જાણીતી થઈ હતી. બાદમાં રેસ 3માં પણ બંને સાથે દેખાયા હતા.

આ રહ્યું ફિલ્મનું ટીઝર

ઉલ્લેખનીય છે કે પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ ‘ગુજરાત 11’ 29 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી ડેઈઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે, તો ફિલ્મમાં ડેઈઝી શાહની સાથે પ્રતીક ગાંધી અને કવિન દવે દેખાશે.

આ પણ વાંચોઃ‘ગુજરાત ૧૧’માં ડેઈઝી શાહ ઉપરાંત બોલીવુડના આ જાણીતા સિંગર પણ જોવા મળશે

 

0 comments on “સલમાન ખાને ડેઈઝી શાહની ફિલ્મ ‘ગુજરાત 11’ માટે કહ્યું…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: