Bollywood

અયોધ્યા નિર્ણય પર સલીમ ખાન- મુસ્લિમને મળેલી જમીન પર સ્કૂલ બનવી જોઈએ, નમાજ તો..

અયોધ્યામાં રામ જન્મભૂમિને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદ અંગે આખરે સુપ્રીમ કોર્ટે ફેસલો લાવી દીધો છે. વિવાદિત જમીનને મંદિરના નિર્માણ માટે આપવામાં આવી છે. તો બીજી તરફ મસ્જિદ બનાવવા માટે ૫ એકરની જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે રાજકારણીઓ ઉપરાંત ફિલ્મી હસ્તીઓએ પણ પ્રતિક્રિયા આપી છે.

67360423_102680654354635_7328877912078116018_n

બોલીવુડના દબંગ સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ પોતાનો મત આપ્યો છે. સલીમ ખાનના કહેવા મુજબ, અયોધ્યામાં મુસ્લિમોને આપવામાં આવેલી જમીન પર સ્કૂલ બનવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતના મુસલમાનોને મસ્જિદની નહીં, સ્કૂલની જરૂર છે. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના ફેંસલાને ટેકો આપીને કહ્યું કે પૈગમ્બરે ઇસ્લામની બે ખૂબીઓ દર્શાવી છે જેમાં પ્રેમ અને ક્ષમાનો સમાવેશ થાય છે.

67736869_383245395707910_5708771416957401032_n

સલીમ ખાને કહ્યું કે, “હવે જ્યારે આ વાર્તા (અયોધ્યા વિવાદ)નો ધી એન્ડ થઈ ગયો છે ત્યારે મુસ્લિમોએ આ બે ખૂબીઓને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. મોહબ્બત દર્શાવો અને માફ કરો. આ મુદ્દાને ફરી ન સળગાવો.” તો બીજી તરફ તેમણે કોઈ વિરોધ કે હંગામો ન થયો તેની પ્રશંસા પણ કરી છે.

સલમાન ખાને ડેઈઝી શાહની ફિલ્મ ‘ગુજરાત 11’ માટે કહ્યું…

સલીમ ખાને સ્કૂલવાળી વાત અંગે કહ્યું કે, “આપણે મસ્જિદની જરૂર નથી, નમાજ તો ગમે ત્યાં પઢાય.. ટ્રેનમાં, પ્લેનમાં, જમીન પર પણ આપણે સારી સ્કૂલની જરૂર છે. જો ૨૨ કરોડ મુસ્લિમોને તાલીમ મળશે તો આ દેશની અનેક ખામીઓ ખતમ થઈ જશે.”

Image source: Instagram

0 comments on “અયોધ્યા નિર્ણય પર સલીમ ખાન- મુસ્લિમને મળેલી જમીન પર સ્કૂલ બનવી જોઈએ, નમાજ તો..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: