Bollywood South की Movies

IFFIના ૫૦માં વર્ષે ‘ગોલ્ડન જ્યુબિલી એવૉર્ડ’થી રજનીકાંત સન્માનિત

અગાઉ ૨૦૧૪માં IFFIમાં જ રજનીકાંતને ‘ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર’નો સેન્ચ્યુરી એવૉર્ડ મળી ચૂક્યો છે

~પાર્થ દવે

અમદાવાદ.  ૨૦થી ૨૮ નવેમ્બર દરમ્યાન ગોવાના પણજી ખાતે યોજાઈ રહેલા ‘ઈન્ટનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’માં ફિલ્મ-સ્ટાર રજનીકાંતને ‘ગોલ્ડન જ્યુબિલી એવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા આયોજિત ફેસ્ટિવલ(IFFI)નું આ ૫૦મું વર્ષ છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપતા લખ્યું હતું કે, ‘પાછલા દાયકાઓમાં ભારતીય સિનેમામા બહોળા પ્રદાન બદલ સિને-સ્ટાર રજનીકાંતને આ એવૉર્ડ અર્પણ કરવામાં આવશે.’

73107413_742134476267037_4154466644578630442_n

નોંધનીય છે કે, ૫૦માં વર્ષે ફેસ્ટિવલમાં ૫૦ મહિલા ફિલ્મ-મેકર્સની ૫૦ ફિલ્મો બતાવવામાં આવશે, જેનો ઉદ્દેશ સિનેમા-ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને લોકો સમક્ષ મૂકવાનો છે. ‘મૂવી ગાલા’ સેક્શનમાં દાદા સાહેબ ફાળકે એવૉર્ડ વિનર અમિતાભ બચ્ચનની ૭થી ૮ ફિલ્મો પણ ખાસ દર્શાવવામાં આવશે.

કોને કોને મળ્યા છે એવૉર્ડ્સ?       

ઉલ્લેખનીય છે કે, અગાઉ રજનીકાંતને ૨૦૧૪માં ‘ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર’નો એવૉર્ડ  IFFI દ્વારા અપાઈ ચૂક્યો છે. એ પહેલા વહિદા રહેમાનને તથા એ પછી ઈલિયારાજા, એસ.પી. બાલાશુભ્રહ્મણયમ, અમિતાભ બચ્ચન અને ગયા વર્ષે સલીમ ખાનને અપાયો હતો. આ એવૉર્ડમાં સિલ્વર પિકોક મેડલ, સર્ટિફિકેટ તથા ૧૦ લાખની કૅશ પ્રાઈઝનો સમાવેશ થાય છે. ગોલ્ડન જ્યુબિલી એવૉર્ડ આ વર્ષે ફેસ્ટિવલને ૫૦ વર્ષ પૂરા થતા હોઈ ખાસ જાહેર કરવામાં આવ્યો છે.

રજનીકાંતે ભારત સરકારનો માન્યો આભાર        

રજનીકાંતે ટ્વિટ કરીને ભારત સરકારનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘ફિલ્મ ફેસ્ટિવલના ગોલ્ડન જ્યુબિલી વર્ષે મને મળેલા આ સન્માન બદલ હું આભાર માનું છું.’

ઉપરાંત ફ્રેન્ચ એક્ટ્રેસ ઈઝાબેલા હુપર્ટને તેની એક્ટિંગ સ્કિલ અને સિનેમામાં પ્રદાન બદલે ‘લાઈફટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ’ આપવામાં આવશે, તેની જાહેરાત પણ કરાઈ હતી.

Image source: Instagram

0 comments on “IFFIના ૫૦માં વર્ષે ‘ગોલ્ડન જ્યુબિલી એવૉર્ડ’થી રજનીકાંત સન્માનિત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: