Bollywood

ખરાબ વર્તનને લઈને રાનૂ મંડલ ફરી વાયરલ, મહિલા બાદ મીડિયા સાથે કર્યો આવો વ્યવહાર (જુઓ)

સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઈને રાતોરાત વાયરલ બનેલી રાનૂ મંડલ ફરી એક વાર ચર્ચામાં છે અને આ વખતે તે અવાજ નહી, પણ વર્તનને લીધે વાયરલ છે! વિડીયોમાં રાનૂના વર્તનમાં એટીટ્યુડ અને અભિમાન છલોછલ ભર્યા છે તે જોઈને સોશિયલ મીડિયા પર તેના પર લોકો ગુસ્સે થઈ રહ્યા છે.

એક મહિલા સાથે સેલ્ફી લેવા બાબતે રાનૂએ ખરાબ વર્તન કર્યું હતું અને હવે તેનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેણે મીડિયા સાથે બહુ વિચિત્ર વર્તન કર્યું છે.

વિડીયોમાં એક રિપોર્ટર પૂછે છે કે, શું તમને વિશ્વાસ થયો કે સપના સાચા થાય છે, તમને આટલા મોટા પાયે સફળતા મળી છે. ત્યારે રાનૂ વિચિત્ર મોં બનાવીને કહે છે કે કંઈ સાંભળ્યું નહી શું? આ વિડીયો બાદ તે ફરી ટ્રોલ થવા લાગી છે.

ઈમેજ ખરાબ થવા અંગે અનુપ જલોટા બોલ્યા- ભજન ગાઉં છું તો શું થયું, મને પણ મજા કરવા દો!

લોકોએ આ વિડીયો પર તીખી પ્રતિક્રિયા આપી છે અને રાનૂની મજાક ઉડાવી છે.

Image source: Instagram

0 comments on “ખરાબ વર્તનને લઈને રાનૂ મંડલ ફરી વાયરલ, મહિલા બાદ મીડિયા સાથે કર્યો આવો વ્યવહાર (જુઓ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: