Bollywood South की Movies

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’નું મોશન પોસ્ટર રિલીઝ, સલમાન ખાને લખ્યું કે..

રજનીકાંત એવા ગણ્યાગાંઠયા કલાકારોમાંથી એક છે જેનો ચાર્મ અને દબદબો ઉંમર સાથે વધી રહ્યો છે. તેમની ફિલ્મોનો ક્રેઝ જબરદસ્ત હોય છે અને ફિલ્મની રિલીઝ પહેલાથી જ હાઈપ ઊભી થઈ જાય છે. તાજેતરમાં રજનીકાંતની આગામી ફિલ્મ ‘દરબાર’નું મોશન પોસ્ટર રિલીઝ થયું છે જેને સલમાન ખાન અને કમલ હાસન જેવા કલાકારોએ પણ શેર કર્યું છે.

ફિલ્મનું નિર્દેશન એઆર મુરગાદોસ અને નિર્માણ LYCA પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. રજનીકાંતની પોપ્યુલારીટી જોતાં ફિલ્મને ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું મોશન પોસ્ટર પણ ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. મજેદાર વાત એ છે કે તેને સલમાન ખાન, કમલ હાસન, મહેશ બાબૂ અને મોહનલાલ જેવા સુપરસ્ટાર્સે પણ શેર કર્યું છે.

‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિર-સલમાન, રવિના-કરિશ્મા વચ્ચે ઝઘડો થયો હતો!

સલમાને લખ્યું છે કે- ‘એકમાત્ર સુપરસ્ટારને બહુ બધી શુભકામનાઓ. રજની ગુરુ ફુલ મોશનમાં.’ મોશન પોસ્ટરની વાત કરીએ તો રજનીકાંત એક કોપ તરીકે સ્ટાઈલીશ દેખાય છે. ફિલ્મમાં તેઓ ડબલ રોલમાં દેખાશે. એકમાં તેઓ પોલીસ અને બીજા રોલમાં તેઓ એક સમાજસેવી તરીકે દેખાશે. ફિલ્મ ૨૦૨૦માં પોંગલના અવસરે રિલીઝ કરવામાં આવશે.

Image source: Twitter

0 comments on “સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’નું મોશન પોસ્ટર રિલીઝ, સલમાન ખાને લખ્યું કે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: