Television

શ્વેતા તિવારીનો શો ‘મેરે ડેડ કી દુલ્હન’ શરુ થાય એ પહેલા જ વિવાદોમાં ફસાયો

શ્વેતા તિવારી-વરુણ બડોલાની આગામી સિરીયલ ‘મેરે ડેડ કી દુલ્હન’ શરુ થાય એ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. શો આગામી સપ્તાહમાં શરુ થવાનો છે ત્યારે તેના પ્રોડ્યુસર્સ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે.

શ્વેતા તિવારીનો પહેલો પતિ તેને મારતો, બીજો પતિ સાવકી દીકરીને અશ્લીલ ફોટો બતાવતો હતો!

બોલીવુડ એક્ટ્રેસ અને પંજાબી ફિલ્મોની પ્રોડ્યુસર પ્રીતિ સપ્રૂએ સિરીયલના પ્રોડ્યુસર્સ ટોની અને દિયા પર આરોપ લગાવ્યો છે કે તેની ફિલ્મ ‘તેરી મેરી ગલ બન ગઈ’ પિતા-દીકરીના સંબંધ આસપાસ ફરે છે અને ફિલ્મમાં દીકરી પોતાના પિતાના બીજા લગ્ન કરાવે છે.

‘મેરે ડેડ કી દુલ્હન’ની વાર્તા પણ આ જ હોવાથી તેના પર કોપીરાઈટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રીતિએ વકીલ અભિજિત દેસાઈને કહ્યું કે, “મારા ક્લાયન્ટે ૨૦૧૭માં ફિલ્મની સ્ક્રીપ્ટ IMPPA અને ધ સ્ક્રીનરાઈટર્સ પાસે રજીસ્ટર કરવી હતી. કેસ ફાઈલ કર્યા પહેલા જ્યારે અમે IMPPAમાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે શોના નિર્માતા ચોખવટ માટે હાજર ન રહ્યા તેથી અમે કેસ ફાઈલ કર્યો છે.”

નશામાં રહેનારા શ્વેતા તિવારીના પતિએ દીકરીને થપ્પડ મારીને અપશબ્દો બોલ્યા હતા!

પ્રીતિએ આગળ જણાવ્યું કે, “મેં આ વાર્તા પર ફિલ્મ બનાવવા માટે બહુ પૈસા ખર્ચ કર્યા છે. ફિલ્મનું ૯૦% કામ પૂરું થઈ ગયું છે અને અમે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરશું. જો આ વાર્તા પર આધારિત બીજો કોઈ શો આવી ગયો તો મારી ફિલ્મને બહુ મહત્વ નહીં મળે અને અમે કોન્સેપ્ટ એડવાન્સમાં જ રજીસ્ટર કરાવ્યો હતો.”

‘મેરે ડેડ કી દુલ્હન’માં શ્વેતા તિવારી, વરુણ બડોલા, અંજલી તતરારી વગેરે કલાકારો છે.

Image source: Instagarm

0 comments on “શ્વેતા તિવારીનો શો ‘મેરે ડેડ કી દુલ્હન’ શરુ થાય એ પહેલા જ વિવાદોમાં ફસાયો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: