Television

KBCમાં પૂછવામાં આવેલા સવાલના આ ઓપ્શનથી દર્શકો નારાજ, મેકર્સને માફી માગવી પડી

અમિતાભ બચ્ચન હોસ્ટેડ ટીવી શો કેબીસીમાં બુધવારે પૂછવામાં આવેલા એક સવાલના ઓપ્શનથી કેટલાક દર્શકો નારાજ થઈ ગયા છે. એ પછી તો બોયકોટ કેબીસીનો ટ્રેન્ડ શરુ થઈ ગયો જેથી મેકર્સે માફી માગવી પડી હતી.

અમિતાભ બચ્ચને ફિલ્મ જગતમાં ૫૦ વર્ષ પૂરા કર્યા, દીકરા અભિષેકે લખી ઈમોશનલ પોસ્ટ

જે સવાલ પર વિવાદ થયો એ સવાલ હતો- ‘આમાંથી કયા શાસક મુગલ સમ્રાટ ઔરંગઝેબના સમકાલીન હતા?’ જેના ઓપ્શન હતા A. મહારાણા પ્રતાપ B. રાણા સાંગા C. મહારાજા રણજીત સિંહ D. શિવાજી. છેલ્લા ઓપ્શનમાં છત્રપતિ શિવાજીની જગ્યાએ ફક્ત શિવાજી લખ્યું હોવાથી ટ્વીટર પર યુઝર્સે હોબાળો મચાવ્યો હતો.

ત્યારબાદ સોની ટીવીના ટ્વીટર એકાઉન્ટ પર માફી માગતો વિડીયો શેર કરવામાં આવ્યો હતો.

Image source: Instagram

0 comments on “KBCમાં પૂછવામાં આવેલા સવાલના આ ઓપ્શનથી દર્શકો નારાજ, મેકર્સને માફી માગવી પડી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: