Around the WEB

‘ઈનસાઈડ એજ ૨’ ૬ઠ્ઠી ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર, આ કલાકારોનો ઉમેરો

સપના પબ્બી, એલી એવરામ અને આમિર બશીર સહિતના નવા કલાકારો ઉમેરાશે

ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર ૨૦૧૭માં આવેલી વેબ-સિરીઝ ‘ઈનસાઈડ એજ’ની બીજી સિઝન ૬ઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થશે.

ભારતમાં ખેલાતા ‘ઈન્ડિયન પ્રિમિયર લિગ’નું નામ ‘પાવર પ્લે લિગ’ તરીકે તથા તેમાં ‘મુંબઈ માવેરિક્સ’ નામની રમતી એક ટીમ તથા ક્રિકેટમાં થતા ભ્રષ્ટાચાર અને ચાલતી રમતઃ આ બધું જ કરણ અંશુમાને સર્જ્યું હતું ‘ઈનસાઈડ એજ’ના પહેલા ભાગમાં. આ સિરીઝને પ્રતિષ્ઠિત એમી એવૉર્ડ્સમાં નોમિનેશન પણ મળ્યું હતું. હવે તેની બીજી સીઝનનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે ૬ઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર નિર્મિત આ સેકન્ડ સિઝનમાં વિવેક ઑબેરોય, રિચા ચઢ્ઢા, અંગદ બેદી, તનુજ વિરવાની, સિદ્ધાંત ચતુર્વેદી અને સયાની ગુપ્તા સહિતના પહેલી સિઝનના કલાકારો ઉપરાંત ‘બ્રિધ’માં દેખાયેલી સપના પબ્બી, ફિલ્મ અભિનેત્રી એલી એવરામ અને આમિર બશીર પણ જોવા મળશે. આમિર બશીરની છેલ્લે ‘સેક્રેડ ગેમ્સ’ના પોલિસ ઈન્સ્પેક્ટર માજિદ ખાનના પાત્રમાં નોંધ લેવાયેલી.

‘બાર્ડ ઓફ બ્લડ’ બાદ તમિલ ફિલ્મની રિમેકમાં જોવા મળશે ‘મુક્કાબાઝ’ ફેમ વિનીત કુમાર

‘ઈનસાઈડ એજ’ના અંતિમ એપિસોડ્સમાં જેને ‘ક્લિપહેન્ગર્સ’ કહે છે તેવા અમુક દિલચસ્પ વળાંકો અધૂરા છોડી મૂકવામાં આવ્યા હતા, તે તમામના જવાબ દર્શકોને આ બીજી સિઝનમાં મળશે તેવું લાગી રહ્યું છે.

Image source: Instagram

0 comments on “‘ઈનસાઈડ એજ ૨’ ૬ઠ્ઠી ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર, આ કલાકારોનો ઉમેરો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: