ગુજરાતી સિનેમા Movies

Hellaro Movie Review: વાંચો સેલેબ્સને કેવી લાગી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ‘હેલ્લારો’

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ભાષાનું ગૌરવ એવી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારો આવતીકાલે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ અંગે દર્શકોમાં જબરજસ્ત ઉત્સાહ છે. ત્યારે હેલ્લારોનો પહેલો રિવ્યુ આવી ચૂક્યો છે. બુધવારે મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાઈ ગયું. જે બાદ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે.

ગુજરાતી એક્ટ્રેસ બીજલ જોશી ફેસબુક પોસ્ટ કરીને ફિલ્મને વખાણી છે. બીજલ જોષીએ ફિલ્મની એક્ટિંગ, ડિરેક્શન, સંગીતથી લઈને બધા જ પાસાના વખાણ કર્યા છે. બીજલે પોસ્ટ કરીને લખ્યું છે કે,’દરેક દ્રશ્યમાં રૂંવાડા ઉભા થઈ જાય છે. આ ફિલ્મ જોવી એ એક ટ્રીટ સમાન છે.’ સાથે જ બીજલ જોશીએ ફિલ્મ ઓસ્કાર એન્ટ્રી ડિઝર્વ કરતી હોવાનું પણ લખ્યું છે.

તો કમ્પોઝર અને સિંગર પાર્થ ભરત ઠક્કરે પણ પોતાની ફેસબુક વૉલ પર વીડિયો પોસ્ટ કરીને ફિલ્મના વખાણ કર્યા છે. જાણીતા સિંગર કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરે નોન ગુજરાતીઝ લોકોને પણ ફિલ્મ જોવા માટે અપીલ કરી છે.

તો આપણા લૉય એટલે કે એક્ટર મિત્ર ગઢવીએ પણ ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર વાત કરી છે. ખાસ કરીને મિત્ર ગઢવીને ફિલ્મનું ક્લાઈમેક્સ ખૂબ જ પસંદ આવ્યું છે.

રિશી કપૂર અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલા ગુજરાતી એક્ટર જીમિત ત્રિવેદીએ પણ ફિલ્મને ખૂબ જ શાનદાર ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે અભિષેક શાહે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હેલ્લારો ભારતની બધી જ ભાષાઓની ફિલ્મોમં શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકી છે. ફિલ્મમાં જયેશ મોરે, મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી, શ્રદ્ધા ડાંગર, કૌશાંબી ભટ્ટ સહિતની સ્ટાર કાસ્ટ છે. ફિલ્મ 8 નવેમ્બર એટલે કે આવતીકાલે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચોઃ ડેયઝી શાહ બાદ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરશે આ બોલીવુડ એક્ટર

0 comments on “Hellaro Movie Review: વાંચો સેલેબ્સને કેવી લાગી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ‘હેલ્લારો’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: