Television

બિગ બોસ: શહેનાઝ ગિલે તોડ્યો ઘરનો આ નિયમ, બિગ બોસે આપી આવી સજા

‘બિગ બોસ ૧૩’નું ઘર ૩૭મા દિવસે યુદ્ધનું મેદાન બની ગયું. આ જંગ કોને જીત્યો છે એ આજે ખબર પડશે. બુધવારે સ્પર્ધકોએ એટલી હદ પાર કરી નાખી કે બિગ બોસે જાતે જ લોકોને નોમિનેટ કરી નાખ્યા. પહેલા ‘બિગ બોસ’ દ્વારા આપવામાં આવેલા ‘ગોદામ’ ટાસ્કમાં સિદ્ધાર્થ અને માહિરા વચ્ચે મારામારી થઈ હતી. જેની સજારૂપે બિગ બોસે સિદ્ધાર્થને સજા આપીને બે અઠવાડિયા માટે નોમિનેટ કરી નાખ્યો છે.

તો બીજી તરફ ટાસ્ક અટક્યા બાદ ‘બિગ બોસે’ જ્યારે બધાને લીવીંગ રૂમમાં આવવાનું કહ્યું તો તરફ શેહનાઝ ગિલે આવવાની ના પાડી દીધી. શેહનાઝે કહ્યું કે તે ટાસ્ક બાદ ડિસ્ટર્બ થઈ ગઈ છે તેથી નથી આવવા માગતી.

ઈમેજ ખરાબ થવા અંગે અનુપ જલોટા બોલ્યા- ભજન ગાઉં છું તો શું થયું, મને પણ મજા કરવા દો!

ત્યારબાદ કેપ્ટન આરતી સિંહે પણ તેને બહુ સમજાવી છતાં તે ન આવી તેથી આરતીએ તેને વાસણ ધોવાની સજા આપી હતી. જ્યારે ‘બિગ બોસે’ પોતે તેને બોલાવી ત્યારે પણ તે ન આવી તેથી તેને એક અઠવાડિયા માટે નોમિનેટ કરી નાખી.

બિગ બોસમાં સ્પર્ધકો વચ્ચે યુદ્ધ છેડાયું, દેવોલીનાએ શહેનાઝને મારી થપ્પડ!

Image source: Instagram

0 comments on “બિગ બોસ: શહેનાઝ ગિલે તોડ્યો ઘરનો આ નિયમ, બિગ બોસે આપી આવી સજા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: