Bollywood

અમિતાભ બચ્ચને ફિલ્મ જગતમાં ૫૦ વર્ષ પૂરા કર્યા, દીકરા અભિષેકે લખી ઈમોશનલ પોસ્ટ

બોલીવુડના શહેનશાહ અનેક દાયકાઓથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. પોતાની આ ફિલ્મ જર્નીમાં અમિતાભ બચ્ચને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. આજે બચ્ચને બોલીવુડમાં ૫૦ વર્ષ પૂરા કર્યા છે ત્યારે તેમને ચારે બાજુથી શુભેચ્છાઓ મળી રહી છે.

અમિતાભ બચ્ચનના નામ પરથી છે આ વોટર ફોલ, ખુદ બિગ બીને પણ જાણકારી ન હતી!

અભિષેક બચ્ચને પોતાના પિતા માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. અભિષેકે મહાનાયકનો એક જૂનો ફોટો શેર કર્યો છે અને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

અમિતાભ બચ્ચને ૧૯૬૯માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ૭ નવેમ્બરના રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બાદ તેમણે રાજેશ ખન્ના સ્ટારર ‘આનંદ’માં એક ડોક્ટરનું પાત્ર ભજવ્યું હતું અને તેમને પહેલી વખત બેસ્ટ સ્પોર્ટિંગ રોલ માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

‘બચ્ચન’ શું છે? પહેલી વખત અમિતાભે જણાવ્યું કઈ રીતે અને કેમ મળી આ સરનેમ (વાંચો)

બોલીવુડના શહેનશાહને ઝંજીર, આનંદ, શોલે, દીવાર, ડોન, કૂલી, અગ્નિપથ, બ્લેક, પા, પીકૂ જેવી ફિલ્મોથી નામના પ્રાપ્ત થઈ છે. તો દીકરા અભિષેક બચ્ચને પિતા સાથે ગુરુ, બંટી ઔર બબલી જેવી ફિલ્મો કરી છે.

સ્મિતા પાટિલને હતો અમિતાભ સાથે થયેલી દુર્ઘટનાનો અંદેશો, અડધી રાતે ફોન કર્યો હતો

અમિતાભ બચ્ચન હવે ‘ગુલાબો સિતાબો’માં જોવા મળશે. આ ફિલ્મમાં આયુષમાન ખુરાના પણ છે.

Image source: Instagram

0 comments on “અમિતાભ બચ્ચને ફિલ્મ જગતમાં ૫૦ વર્ષ પૂરા કર્યા, દીકરા અભિષેકે લખી ઈમોશનલ પોસ્ટ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: