બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાંથી એક એટલે ‘અંદાજ અપના અપના’. ૧૯૯૪માં આવેલી આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ કોમેડી ફિલ્મમાં સલમાન ખાન, આમિર ખાન, રવિના ટંડન, કરિશ્મા કપૂર, પરેશ રાવલ, શક્તિ કપૂર વગેરે જાણીતા કલાકારો હતા. આ ફિલ્મે સોમવારે ૨૫ વર્ષ પૂરા કર્યા છે ત્યારે રવિનાએ અમુક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં રવિનાએ કહ્યું કે, “મલ્ટીસ્ટારર ફિલ્મમાં કામ કરવાની બહુ મજા આવી પણ એમ કરવું અઘરું હતું. સેટ પર શૂટિંગ વખતે કોઈ એકબીજા સાથે વાત સુદ્ધાં કરતા ન હતા. સલમાન ખાન અને આમિર ખાન એકબીજા સાથે વાત ન’તા કરતા. હું અને કરિશ્મા પણ એકબીજા સાથે વાત ન’તા કરતા. ખબર નહીં આ ફિલ્મ કેવી રીતે બની ગઈ! આ એવું દર્શાવે છે કે બધા કેટલા સારા કલાકાર છે.”
ગુજરાન ચલાવવા માટે કાર્યક્રમોમાં રિબન કાપવા પડ્યા હતા, મહિમા ચૌધરી કરે છે અફસોસ
“સલમાન અને આમિરે મને અને કરિશ્માને સાથે લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ફિલ્મમાં એક સીન છે જેમાં હું અને કરિશ્મા થાંભલા સાથે બંધાયેલા છીએ. એ વખતે ડિરેક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી તમે બંને વાત નહીં કરો ત્યાં સુધી તમે બંધાયેલા રહેશો. આ બધું બહુ ફની હતું. અમે બહુ ઝઘડ્યા પણ ખરા અને મજા પણ બહુ કરી. સલમાન અને આમિર બહુ સારા છે. મારી બંને સાથે સારી મિત્રતા છે.”
તમને જણાવી દઈએ કે ફિલ્મની સિક્વલ અંગે પણ વાત ચાલી રહી છે. રાઈટર દિલીપ શુક્લાએ એક વાતચીતમાં કહ્યું હતું કે હાલ તો વાર્તા પર કામ ચાલી રહ્યું છે. અમે સિક્વલની વાર્તા લખી રહ્યા છીએ અને આ સહેલું નથી.
Image source: Pinterest
0 comments on “‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિર-સલમાન, રવિના-કરિશ્મા વચ્ચે ઝઘડો થયો હતો!”