Bollywood

રણવીર સિંહે ઇવેન્ટમાં એક મહિલાને કહ્યું ‘ભાભી’, પછી.. (જુઓ વાયરલ વિડીયો)

ફિલ્મ અભિનેતા રણવીર સિંહ પોતાના અભિનય, ફેશન સ્ટાઈલ અને એનર્જીને લઈને ચર્ચામાં રહે છે. તે ફિલ્મો ઉપરાંત કોઈપણ ઇવેન્ટમાં છવાઈ જાય છે અને તેથી જ તે લોકપ્રિય છે. ‘૮૩’નું શૂટિંગ પૂરું કર્યા બાદ રણવીર એક કાર્યક્રમમાં જોવા મળ્યો.

જોન સીનાએ શેર કર્યો રણવીર સિંહનો ફોટો, આવી હતી ‘સિમ્બા’ની પ્રતિક્રિયા

આ ઇવેન્ટમાં રણવીર સિંહે ચાહકોને જબરદસ્ત મનોરંજન પૂરું પાડ્યું. તો બીજી તરફ એક મહિલાને રણવીરે ‘ભાભી’ કહ્યું તો એ મહિલાએ તેને એવું સંબોધન ન કરવાનું કહ્યું હતું. આ વિડીયો ટીકટોક પર શેર થયા બાદ વાયરલ થઈ ગયો છે. આ મહિલા બોલીવુડ મેકઅપ આર્ટીસ્ટ ગુનીત વિરદી છે.

ગુનીતે શેર કરેલા આ વિડીયોમાં રણવીર તેને ભાભી કહી રહ્યો છે ત્યારે ત્યાં હાજર લોકો પણ હસવું રોકી શક્યા ન હતા. એ પછી ગુનીત કહે છે કે, “ભાભી મત બોલ પ્લીઝ”. ગુનીતે આ વિડિયોનું કેપ્શન આપ્યું હતું કે, “જબ રણવીર આપકો ભાભી કહતા હૈ, દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે જી.”

Image source: Instagram

0 comments on “રણવીર સિંહે ઇવેન્ટમાં એક મહિલાને કહ્યું ‘ભાભી’, પછી.. (જુઓ વાયરલ વિડીયો)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: