Bollywood

આલિયા, દીપિકા, કેટરીના સાથે લિફ્ટમાં ફસાય તો શું કરશે કરીના? આપ્યો મજેદાર જવાબ

બોલીવુડમાં જેટલી ચર્ચા રણબીર કપૂરની ફિલ્મો વિશે થાય છે તેનાથી વધુ ચર્ચા તેની રિલેશનશિપને લઈને થાય છે. અનેક ઇન્ટરવ્યુમાં રણબીરને તેની રિલેશનશિપ અને બ્રેકઅપના સવાલો પૂછવામાં આવે છે. એટલું જ નહીં, તેની કઝિન કરીના કપૂરને પણ આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો અભિનેત્રીએ મજેદાર જવાબ આપ્યો હતો.

કરીના કપૂરને પૂછવામાં આવ્યું કે, જો એ આલિયા ભટ્ટ, દીપિકા પદુકોણ અને કેટરીના કૈફ સાથે લિફ્ટમાં ફસાઈ જાય તો શું કરે? ત્યારે કરીના કપૂરે હસીને જવાબ આપ્યો કે તો હું સુનિશ્ચિત કરીશ કે લિફ્ટમાં ક્યાંય રણબીર કપૂર તો નથી ને! એ પછી કરીનાએ કહ્યું કે, અથવા એ કદાચ લિફ્ટમાં જ હશે.

પતિ રણવીરથી નહીં, રણબીર કપૂરથી મળતી આવે છે દીપિકાની એક્ટિંગ મેથડ, કારણ જણાવ્યું કે..

કરીના કપૂરને અગાઉ પણ આ મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો. કોફી વિથ કરણમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે તે કેટરીના કૈફ અને દીપિકા પદુકોણ સાથે એક એલિવેટરમાં ફસાઈ જાય તો શું કરશે? તો કરીનાએ કહ્યું કે તો હું પોતાને મારી નાખીશ. હું આ એલિવેટરમાં રહેવા નહીં ઈચ્છું. ખાસ કરીને આવા સમયે તો બિલકુલ નહીં. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર આલિયા ભટ્ટ પહેલા દીપિકા અને કેટરીના સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે.

એક્શન ફિલ્મમાં જોવા મળશે કેટરીના કૈફ, ઈશાન-ખટ્ટર-સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર હવે ‘ગુડ ન્યુઝ’, ‘અંગ્રેજી મીડીયમ’ અને ‘લાલ સિંહ ચઢ્ઢા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Image source: Instagram

0 comments on “આલિયા, દીપિકા, કેટરીના સાથે લિફ્ટમાં ફસાય તો શું કરશે કરીના? આપ્યો મજેદાર જવાબ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: