ગુજરાતી સિનેમા Movies

ડેયઝી શાહ બાદ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરશે આ બોલીવુડ એક્ટર

ટારઝન ધ વન્ડર કાર ફિલ્મ તો તમને યાદ જ હશે. જાદુઈ કારવાળી આ ફિલ્મમાં અજય દેવગણના પુત્રના રોલ દેખાનાર વત્સલ શેઠ હવે પોતાની માતૃભાષામાં ડેબ્યુ કરવા તૈયાર છે. વત્સલ શેઠ જાણીતા ડિરેક્ટર ધર્મેશ મહેતાની ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં વત્સલની ઓપોઝિટ ગોર્જિયસ ગોરી એશા કંસારા દેખાશે.


View this post on Instagram

 

દર્શકોને હાસ્યરસ અને રોમાંસથી તરબોળ કરવા….ધર્મેશ મેહતા ફરી આવી રહ્યાં છે, ‘ હું મારી વાઇફ ને તેનો હસબન્ડ’ સાથે સિનેમાઘરોમાં… આપણે તો આને ‘ મૂવી ઓફ ધી યર ‘ જ કહીશું.. તમારા નજીકના સિનેમા ઘર માં ૨૯ નવેમ્બર ના નિર્માતાઓ: Paritosh Painter અને Shantaram Manave (Ideas Entertainment અને Abhinay Group) દિગ્દર્શક: Dharmessh Mehta લેખકો: Paritosh Painter અને Chintan Shah સંગીત: Chinar-mahesh સંગીત નિર્દેશક: Kashyap Sompura ગાયક: Nakash Aziz, Bhoomi Trivedi, Teena Chheda, Jitul Boro, Prissha Mehta અને Sriparna Chatterjee Lyricist: Medha Antani and Kashyup Sompura Mixing & Mastering: Vijay Dayal (Yash Raj Films Studio) Vatsal Sheth, Esha Kansara, Johny Lever, Vrajesh Hirjee, Anang Desai, Jayesh Thakkar અને Monaz Mevawala અભિનિત #HunMaariWifeNeEnoHusband #UpcomingMovies #GujaratiMovies #29thNovember #ComingSoon @paritosh.painter @shantarammanave @ideasentertain @dharmessh @vattyboy @esharkansara @iam_johnylever @vrajeshhirjee @monazmevawalla @desaianang @thakkar_jayesh @nakash_aziz @bhoomitrivediofficial @mahesh_ogale

A post shared by Hun Maari Wife Ne Eno Husband (@hunwifehusband) on

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં બોલીવુડના શાનદાર કમેડિયન જ્હોની લીવર પણ ફૂલ લેન્થ રોલમાં જોવા મળશે. જ્હોની લીવર પપ્પા તમને નહીં સમજાય ફિલ્મમાં ગેસ્ટ અપિરિયન્સ કરી ચૂક્યા છે. જો કે આ અપકમિંગ ફિલ્મમાં તેઓ ફૂલ લેન્થ રોલમાં દેખાશે. ડિરેક્ટર ધર્મેશ વ્યાસે સિનેમા સાહિત્ય સાથે વાત કરતા કહ્યું કે,’ફિલ્મનું નામ હું, મારી વાઈફ ને એનો હસબન્ડ છે. આ ફિલ્મનું શૂટિંગ પુરુ થઈ ચૂક્યુ છે અને ટૂંક સમયમાં જ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.’ ધર્મેશ મહેતાના કહેવા પ્રમાણે આ ફિલ્મ ફુલ ટુ કોમેડી હશે. આ ફિલ્મનું તમામ શૂટિંગ લંડનમાં થયું છે.

 

કેટલાક દિવસો પહેલા એશા કંસારાએ પણ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ કરીને પોતાની ફિલ્મ અંગે માહિતી આપી હતી. એશા કંસારાએ ફિલ્મના લીડ સ્ટાર વત્સલ શેઠ, જ્હોની લીવર, વ્રજેશ હિરજી અને ડિરેક્ટર ધર્મેશ મહેતા સાથેના ફોટોઝ પોસ્ટ કર્યા હતા. આ ફોટોઝ ફિલ્મના લંડન શેડ્યુલ દરમિયાન શૂટિંગના છે. એશા કંસારા છેલ્લે મલ્હાર ઠાકર સાથે ‘મિડનાઈટ વીથ મેનકા’માં દેખાયા હતા.

આ પણ વાંચોઃતમે Hellaro Garba challenge લીધી કે નહીં ?

ઉલ્લેખનીય છે કે વત્સલ શેઠ ટારઝન – ધ વન્ડર કાર ઉપરાંત સલમાન ખાનની જય હો, હોસ્ટેલ અને એક હસીના થી જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તો ડિરેક્ટર ધર્મેશ મહેતાની ફિલ્મ ‘ચીલ ઝડપ’ પણ હજી કેટલાક સમય પહેલા જ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તેઓ ભવ્ય ગાંધી, મનોજ જોશી અને કેતકી દવે સ્ટારર પપ્પા તમને નહીં સમજાય પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે. આ ઉપરાંત લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શરૂઆતના કેટલાક એપિસોડ્સ પણ તેમણે ડિરેક્ટ કર્યા હતા. હવે તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ ‘હું, મારી વાઈફ ને એનો હસબન્ડ’ લઈને આવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી પારિતોષ પેઈન્ટરે લખી છે. ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.

0 comments on “ડેયઝી શાહ બાદ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરશે આ બોલીવુડ એક્ટર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: