Television

ટીવી અભિનેત્રીનું વ્હોટ્સએપ થયું હેક, અજાણી વ્યક્તિ કરી રહી છે અશ્લીલ વિડીયો કોલ

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનું વ્હોટ્સએપ હેક થઈ ગયું છે. અભિનેત્રીએ પોતે આ અંગે જાણકારી આપી છે. તેજસ્વીએ જણાવ્યું કે આરોપી મારા વ્હોટ્સએપ અકાઉન્ટ મારફતે અશ્લીલ વિડીયો કોલ્સ કરી રહ્યો છે.

તેજસ્વીએ સ્પોટબોય સાથેની વાતચીતમાં કહ્યું કે, “જે વ્યક્તિએ મારો ફોન હેક કર્યો છે તે મારા કોન્ટેક્ટ્સ સાથે મિત્ર તરીકે વાત કરી રહ્યો છે. આ સાથે તે એક લીંક શેર કરી રહ્યો છે અને તેમને કોડ મોકલવાનું જણાવી રહ્યો છે. જેવો તે કોડ મેળવે છે, તે તેમને વિડીયો કોલ કરે છે. જો તમે વિડીયો કોલ રિસીવ કરશો તો ખ્યાલ આવશે કે સામે વાળો ગંદી હરકત કરી રહ્યો છે.”

“રવિવારે હું કલર્સ ટીવીના શો મીરાં રોડમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક મને એક વિડીયો કોલ આવ્યો. જેવો મેં વિડીયો કોલ ઉપાડ્યો ત્યારે જોયું કે સામે એક ન્યુડ માણસ ઊભો છે. હું આ જોઈને ગભરાઈ ગઈ. ઇન્ડસ્ટ્રીમાં પણ મારા ઘણા મિત્રોને આવા ગંદા વિડીયો કોલ આવ્યા છે.”

આ ટીવી અભિનેત્રીની સગાઈ તૂટી; કહ્યું- સીરિયલમાં ઇન્ટિમેટ સીનને લઈને મંગેતર અસહજ થઈ જતો

View this post on Instagram

Shadi ho toh aisi ❤️ . . Outfit @kalkifashion

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) on

તેજસ્વીએ કહ્યું કે, “મને કરિશ્મા તન્ના, તાન્યા શર્મા વગેરેના ફોન આવ્યા. એ બધાને આંચકો લાગ્યો હતો. મારા માટે આ શરમજનક વસ્તુ છે કેમકે એક તો હું છોકરી, ઉપરથી એક્ટ્રેસ. મેં સાયબર સેલમાં ફોન પણ કર્યો હતો અને તેમણે મને પોલીસ સ્ટેશન જવા કહ્યું છે. મારે સતત કામ હોવાથી હું હજુ સુધી પોલીસ સ્ટેશન નથી જઈ શકી. પણ જલ્દી ફરિયાદ નોંધવા જઈશ.”

આરતી સિંહ બની ‘બિગ બોસ’ની પહેલી કેપ્ટન, ઘરમાં લક્ઝરી રૂમ મળ્યો

Image source: Instagram

0 comments on “ટીવી અભિનેત્રીનું વ્હોટ્સએપ થયું હેક, અજાણી વ્યક્તિ કરી રહી છે અશ્લીલ વિડીયો કોલ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: