ગુજરાતી સિનેમા

‘ડેયલી બોનસ’ના હોસ્ટ સોહન માસ્ટરને એક સમયે નહોતા કરવું ગુજરાતીમાં કામ!

કલર્સ ગુજરાતી સિરીયલ પર આવતો ગેમ શો ‘ડેયલી બોનસ’ જબરજસ્ત લોકપ્રિય થયો છે. તાજેતરમાં જ આ ગેમ શોએ 1500 એપિસોડ પૂરા કર્યા છે. ગુજરાતી ભાષામાં દૂરદર્શનના જમાનાથી જુદા જુદા ગેમ શો થતા રહ્યા છે. જો કે કલર્સ ગુજરાતીના શો ‘ડેયલી બોનસ’ને જે લોકપ્રિયતા મળી છે, તે કદાચ કોઈને નથી મળી.

ડેયલી બોનસના રોજબરોજના એપિસોડમાં પણ આ લોકપ્રિયતા ઝળકે છે. આ શોની ખાસ વાત છે તેના હોસ્ટ સોહન માસ્ટર. સોહન માસ્ટરને મળવા માટે પાર્ટિસિપન્ટ ખૂબ જ ઉત્સાહિત હોય છે. આ શોમાં ભાગ લેવા અને સોહન માસ્ટરને ઘરે બોલાવવા માટે પાર્ટિસિપન્ટ આતુર હોય છે. જો કે આશ્ચર્યનજક વાત એ છે કે ‘ડેયલી બોનસ’ ક્યારેય સોહન માસ્ટરને કરવો જ નહોતો. સિનેમા સાહિત્ય સાથે વાત કરતા સોહન માસ્ટરે કહ્યું,’ગુજરાતમાં આવવાનું મારો ક્યારેય ઈરાદો નહોતો. મુંબઈમાં ક્રિષ્નાબેન ખાખરાવાલા, ચિટ્ઠી તેરે નામ કી એ મારી સિરિયલ્સ સારી ચાલતી હતી. અને હું એક્ટર છું, તો ગેમ શો મારો કન્સર્ન સબ્જેક્ટ નહોતો.’

સોહન માસ્ટર નવરાત્રિ જેવી ઈવેન્ટમાં એન્કરિંગ કરતા હતા, પરંતુ આ પ્રકારનું હોસ્ટિંગ તેમણે નહોતું કર્યું. જો કે સોહન કહે છે કે,’જ્યારે ડેયલી બોનસ શો ઓફર થયો ત્યારે કોઈ પ્રોજેક્ટ હાથ પર નહોતો, એટલે મેં શો કર્યો. અને શૉ 3-4 વીકમાં જબરજસ્ત ક્લિક થઈ ગયો. નેશનલ ચેનલ પર જેટલી લોકપ્રિયતા ન મળી, એટલી મને માતૃભાષાના શોમાં મળી.’

રસપ્રદ વાત એ છે કે સોહન માસ્ટર આ ગેમ શો માટે કોઈ પૂર્વ તૈયારી નથી કરતા. તેઓ ગુજરાતના જે પણ શહેરમાં જાય, જે પ્રકારના લોકોને મળે તે રીતે ઈમ્પ્રોવાઈઝેશન કરે છે. તેમનું એન્કરિંગ સ્પોન્ટેનિયસ હોય છે. સોહન કહે છે કે,’આ શો સાવ ઝીરો સ્ક્રિપ્ટિંગનો છે, તમે જે જુઓ છો તે બધું જ ઈમ્પ્રોવાઈઝેશન છે.’

આ પણ વાંચોઃડેયઝી શાહ બાદ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરશે આ બોલીવુડ એક્ટર

ઉલ્લેખનીય છે કે સોહન માસ્ટર ગુજરાતી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી ચૂક્યા છે. 2013માં આવેલી ફિલ્મ ‘કોઈને કહેશો નહીં’માં સોહન માસ્ટર દેખાયા હતા. જો કે હાલ તો સોહન ડેયલી બોનસની સફળતા અને લોકપ્રિયતાનો આનંદ માણી રહ્યા છે.

0 comments on “‘ડેયલી બોનસ’ના હોસ્ટ સોહન માસ્ટરને એક સમયે નહોતા કરવું ગુજરાતીમાં કામ!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: