ગુજરાતી સિનેમા Movies

તમે Hellaro Garba challenge લીધી કે નહીં ?

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારો 8 નવેમ્બર એટલે કે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. નેશનલ એવોર્ડ જીતનારી પહેલી ગુજરાતી ફિલ્મ બનવાનું ગૌરવ મેળવનાર હેલ્લારો એવોર્ડની જાહેરાત થઈ ત્યારથી ચર્ચામાં છે. ફિલ્મ કચ્છના બેકગ્રાઉન્ડ પર આધારિત 13 મહિલાઓની વાર્તા છે, જેઓ ગરબા રમવા માટે પોતાના સમાજ સામે લડી લેવા તૈયાર થઈ જાય છે. આ ફિલ્મ ડિરેક્ટર તરીકે અભિષેક શાહની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મ સિનેમેટોગ્રાફી, ગરબા, લિરિક્સ, મ્યુઝિક ઘણી રીતે ખાસ છે.

ફિલ્મની રિલીઝને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે સોશિયલ મીડિયા પર હેલ્લારો ગરબા ચેલેન્જ (Hellaro Garba Challenge) ટ્રેન્ડ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં ફિલ્મોને પ્રમોટ કરવા માટે આ પ્રકારની ચેલેન્જનો સહારો લેવાતો હોય છે.

ત્યારે ફિલ્મના કલાકારોએ શરૂ કરેલી આ ગરબા ચેલેન્જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. મૌલિક નાયક, કૌશાંબી ભટ્ટ, કિશન ગઢવી સહિત ફિલ્મના કલાકારોએ ગરબા ચેલેન્જ લેતો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

 

આ વીડિયો પોસ્ટ થયા બાદ ફેન્સે પણ તેને આવકારી છે. ફિલ્મના કલાકારો હેલ્લારો ગરબા ચેલેન્જ પોતપોતાના ફ્રેન્ડઝને આપી રહ્યા છે. તો ફેન્સ અને દર્શકો પણ આ ચેલેન્જ સ્વીકારીને પોતાના વીડિયોઝ પોસ્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મારા મીઠાંના રણમાં વાગ્યો રે ઢોલ: હેલ્લારોના આ અદ્ભુત ગીત વિશે ગીતકાર સૌમ્ય જોશી કહે છે કે..

જો તમારે પણ હેલ્લારો ગરબા ચેલેન્જ લેવી છે, તો નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારોના કોઈ પણ એક ગરબા પર ગરબા રમીને તમારો વીડિયો #hellarogarbachallenge સાથે પોસ્ટ કરી શકો છો. એટલું જ નહીં તમે પણ તમારા ફ્રેન્ડ્ઝને આ ચેલેન્જ આપી શકો છો.

0 comments on “તમે Hellaro Garba challenge લીધી કે નહીં ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: