ગુજરાતી સિનેમા

મારા મીઠાંના રણમાં વાગ્યો રે ઢોલ: હેલ્લારોના આ અદ્ભુત ગીત વિશે ગીતકાર સૌમ્ય જોશી કહે છે કે..

૬૬મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમા બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની રિલીઝ ડેટ જેમ નજીક આવતી જાય છે તેમ ઉત્સુકતા વધી રહી છે. તેના ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. ‘અસવાર’ બાદ ‘વાગ્યો રે ઢોલ’ તાન ચડાવે તેવું ગીત છે. સંગીત ઉપરાંત તેના અદ્ભુત શબ્દોએ ગીતમાં જાન ઉમેરી છે. જાણીતા લેખક અને ગીતકાર સૌમ્ય જોશીએ તાજેતરમાં ‘વાગ્યો રે ઢોલ’ વિશે વાત કરી.

આ પણ વાંચો: ‘હેલ્લારો’ના બીજ ક્યાં રોપાયા અને તેના સર્જકો કોણ છે?

સૌમ્ય જોશી કહે છે કે,”આ ગીત મારું પર્સનલ ફેવરેટ છે અને એ એટલા માટે કેમકે આ ગીત અર્ધી આઝાદીનું છે. સ્ત્રીઓને આઝાદ તો થવું છે પણ ગુલામી એટલો મોટો કમ્ફર્ટ ઝોન છે કે સ્ત્રીઓને એમાંથી બહાર નીકળવાનો આનંદ પણ હોય અને સાથે ભય પણ બહુ હોય.” જુઓ વિડીયો:

‘વાગ્યો રે ઢોલ’ને ભૂમિ ત્રિવેદીએ અવાજ આપ્યો છે તો સંગીત મેહુલ સુરતીનું છે. જુઓ લિરિકલ વિડીયો:

આ પણ વાંચો: ‘હેલ્લારો’નું પહેલું ગીત ‘અસવાર’ થયું રિલીઝ, અદભુત શબ્દો અને ગરબાનું મિશ્રણ (જુઓ)

‘હેલ્લારો’ ૮ નવેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Image source: YouTube

0 comments on “મારા મીઠાંના રણમાં વાગ્યો રે ઢોલ: હેલ્લારોના આ અદ્ભુત ગીત વિશે ગીતકાર સૌમ્ય જોશી કહે છે કે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: