Television

આરતી સિંહ બની ‘બિગ બોસ’ની પહેલી કેપ્ટન, ઘરમાં લક્ઝરી રૂમ મળ્યો

ટીવી રિયાલીટી શો બિગ બોસ ૧૩માં ‘વિકેન્ડ કા વાર’માં અનેક લોકોએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઇ લીધી છે. આ સાથે દેવોલીના, રશ્મી દેસાઈ અને શેફાલી બગ્ગા પણ ઘરથી બેઘર થઈ ચૂકી છે. નવા સદસ્યોની એન્ટ્રી બાદ ટ્વીસ્ટ સાથે બિગ બોસે નવા કેપ્ટનની પસંદગી કરી છે.

નવા સદસ્યોમાં શેફાલી પૂનાવાલા, હિન્દુસ્તાની ભાઉ, તહસીન પૂનાવાલા, અરહાન ખાન અને હિમાંશી ખુરાનાનો સમાવેશ થાય છે. બિગ બોસે આ સભ્યોને પૂછ્યું કે કોઈ એક સ્પર્ધકનું નામ લો જેમને આ ઘરમાં જોઈને તેઓ ખુશ નથી.

દરેક જણે એક પછી એક નામ લીધા. કેટલાકે માહીરા તો કેટલાકે આરતી સિંહનું નામ લીધું. બિગ બોસે પછી ટ્વીસ્ટ સાથે કહ્યું કે આ પ્રક્રિયા ઘરના પહેલા કેપ્ટનને નોમિનેટ કરવાની પ્રક્રિયા હતી જેમાં વધુ વોટ મેળવીને આરતી સિંહ કેપ્ટન બની ચૂકી છે.

ઈમેજ ખરાબ થવા અંગે અનુપ જલોટા બોલ્યા- ભજન ગાઉં છું તો શું થયું, મને પણ મજા કરવા દો!

આરતી સિંહને કેપ્ટન બન્યા બાદ ખાસ અધિકાર આપવામાં આવ્યા છે જેમાં એક શાનદાર બેડરૂમનું ઉદ્ઘાટન પણ થયું છે અને તેમાં આરતીની પરવાનગી વિના કોઈ પ્રવેશ શકશે નહીં. આરતી આ સાથે ઘરથી બેઘર થવાના નોમિનેશનથી પણ બચી ગઈ છે. આરતીની જવાબદારી પણ કેપ્ટન બન્યા બાદ વધી જશે. તે દરેક જણને કામ આપશે અને એ સાથે સજા પણ આપી શકશે.

TRP Update: બિગ બોસ, કેબીસી, કપિલ શર્મા શો ટોપ 5માં નહીં! આ અન્ય સિરીયલોએ લીધી જગ્યા

Image source: Instagram

0 comments on “આરતી સિંહ બની ‘બિગ બોસ’ની પહેલી કેપ્ટન, ઘરમાં લક્ઝરી રૂમ મળ્યો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: