Bollywood

શાહરુખ ખાનના બર્થડે પર બુર્જ ખલીફા પર ખાસ લાઈટિંગ, વિડીયોમાં જુઓ ભવ્ય નજારો

બોલીવુડ કિંગ ખાનનો ગઈ કાલે જન્મદિવસ હતો. તેના ૫૪મા જન્મદિવસે ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં જશ્ન મનાવવામાં આવ્યો. શાહરુખના ફેન્સ તેના ઘર ‘મન્નત’ની બહાર એકઠા થયા હતા તો દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા પર પણ કિંગ ખાનનો જલવો જોવા મળ્યો.

બુર્જ ખલીફા પર સ્પેશિયલ લાઈટીંગ કરવામાં આવી હતી. આ ઈમારતના માધ્યમથી કેટલીક લાઈન લખવામાં આવી હતી. આ મોકો ફક્ત શાહરુખ માટે નહી, પણ આખા બોલીવુડ માટે ખાસ હતો. જુઓ વિડીયો:

સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શાહરુખે આ વિડીયો શેર કરીને બુર્જ ખલીફાનો આભાર માન્યો છે. બુર્જ ખલીફા બહાર પણ શાહરુખના ફેન્સ એકઠા થઈ ગયા હતા.

શાહરુખ ખાને બર્થડે પર સલમાન ખાનનો ફોન ન ઉપાડ્યો, પછી ભાઈજાને આ રીતે કર્યું વિશ

શાહરુખ ખાનને તેના બર્થડે પર અનેક બોલીવુડ હસ્તીઓએ વિશ કર્યું હતું. તો શાહરુખના ઘરની બહાર પણ ચાહકોનો ઉત્સાહ આસમાને હતો.

Image source: Instagram

0 comments on “શાહરુખ ખાનના બર્થડે પર બુર્જ ખલીફા પર ખાસ લાઈટિંગ, વિડીયોમાં જુઓ ભવ્ય નજારો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: