Around the WEB Bollywood South की Movies

ગોવામાં IFFI સાથે યોજાતા ફિલ્મ બાઝારમાં શું હોય છે? જાણો અહીં

આ વર્ષે ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, ફ્રાંસ, નેપાળ, સિંગાપોર અને યુએસએમાંથી ૧૪ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં જાણીતા તેમજ નવા ફિલ્મમેકર્સ તરફથી હિન્દી, અંગ્રેજી, બંગાળી, મલયાલમ, આસામી, નેપાળી, ભૂતાની અને ગુજરાતી વાર્તાઓનું વૈવિધ્ય જોવા મળશે.

અમદાવાદ: ગોવામાં દર વર્ષે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) યોજાય છે જેમાંનો એક વિભાગ ફિલ્મ બાઝાર છે. ફિલ્મ બાઝાર ૨૦૧૯ દ્વારા તેના મુખ્ય વિભાગ, ધ કો-પ્રોડક્શન માર્કેટ માટે પસંદગી પામેલા પ્રોજેક્ટ્સની યાદી બહાર પાડવામાં આવી છે. આ ઇવેન્ટ ૨૦-૨૪ નવેમ્બર દરમ્યાન ગોવામાં યોજાશે.

Film Bazaar
Film Bazaar 2018

આ વર્ષે વિષય વૈવિધ્ય ધરાવતા કુલ ૧૪ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, ફ્રાંસ, નેપાળ, સિંગાપોર અને યુએસએમાંથી ૧૪ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં જાણીતા તેમજ નવા ફિલ્મમેકર્સ તરફથી હિન્દી, અંગ્રેજી, બંગાળી, મલયાલમ, આસામી, નેપાળી, ભૂતાની અને ગુજરાતી વાર્તાઓનું વૈવિધ્ય જોવા મળશે.

અગાઉની એડિશનમાં ‘ઓપન પિચ’ની સફળતા બાદ આ વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોડ્યુસર્સ, ડીસ્ટ્રીબ્યુટર્સ, ફેસ્ટીવલ પ્રોગ્રામર્સ, ફાઈનાન્સર્સ અને સેલ્સ એજન્ટની સિલેક્ટેડ ઓડિયન્સ સામે પસંદગી પામેલી આ ફિલ્મો રજૂ થશે.

IFFI

ફિલ્મ બાઝારનું કો-પ્રોડક્શન માર્કેટ એક એવો પ્રોગ્રામ છે જેમાં સાઉથ એશિયન દેશો તેમના ઓરિજનલ પ્રોજેક્ટ્સ માટે કો-પ્રોડક્શન પાર્ટનર કે પછી નાણાંકીય મદદ કરે તેવા લોકોને શોધતા હોય. અ માર્કેટ એવા ફેસ્ટિવલ ડિરેક્ટર્સ, પ્રોગ્રામર્સ, સેલ્સ એજન્ટ, પ્રોડ્યુસર્સ અને ફાઈનાન્સર્સ માટે પણ લાભદાયી નીવડે છે જેઓ સાઓઉથ એશિયામાંથી ફ્રેશ પ્રોજેક્ટ ઇચ્છતા હોય. અત્યારસુધી ફિલ્મ બાઝારમા જેટલી ફિલ્મો રજૂ થઈ છે તેમાંથી ઘણી ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.

૨૦૧૯ માટે પસંદગી પામેલા પ્રોજેક્ટ્સની યાદી:

  • આમાર ઝોકોલુર ભાલપોવા (All Our Loves) | આસામ | ભારત
  • અનંતા (Eternity) | નેપાળી | ભારત
  • આયના (The Mirror) | હિન્દી | ભારત
  • એકા (Solo) | બંગાળી | ભારત, બાંગ્લાદેશ, ફ્રાંસ
  • ઇત્તામેદમ (The Deathplace) | મલયાલમ | ભારત
  • Feast | અંગ્રેજી, હિન્દી | સિંગાપોર, ભારત
  • Home Of The Rain Catcher | હિન્દી | ભારત, યુએસએ
  • I, the song | ઝોંગખા | ભૂતાન, ફ્રાંસ
  • ઇન્દ્રેની પરી (Across The Rainbow Bridge) | નેપાળી | નેપાળ
  • સબરસ (Salt) | ગુજરાતી, અંગ્રેજી | યુએસએ, ભારત
  • સેન્ડ સિટી | બંગાળી | બાંગ્લાદેશ
  • ધ ડિસ્પ્લેસ્ડ | હિન્દી | ભારત
  • Schirkoa | English | India
  • Varna Heights | હિન્દી | ભારત, યુએસએ

ફિલ્મ બાઝાર શું છે?

૨૦૦૭માં સ્થાપના થયા બાદ ફિલ્મ બાઝાર સાઉથ એશિયન ફિલ્મમેકિંગ અને અન્ય ફિલ્મી ક્ષેત્રોમાંથી આવતા ટેલેન્ટ પર ફોક્સ કરે છે અને તેણે પ્રોત્સાહન આપે છે. ફિલ્મ બાઝાર સાઉથ એશિયન રિજનમાં વૈશ્વિક સિનેમાને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. આ વર્ષની ઇવેન્ટ ગોવાના ગોવા મેરિઓટ રિસોર્ટ ખાતે યોજાશે.

NFDC શું છે?

1975માં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સિનેમાને પ્રોત્સાહિત કરવા માટે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (NFDC)ની સ્થાપના થઈ હતી.

Image source: Film Bazaar gallery 2018

0 comments on “ગોવામાં IFFI સાથે યોજાતા ફિલ્મ બાઝારમાં શું હોય છે? જાણો અહીં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: