Bollywood

શાહરુખ ખાન મા-બાપની આ વાતથી હજુ પણ દુઃખી છે, કહ્યું- મારા બાળકો સાથે આવું નહીં કરું

બોલીવુડ બાદશાહ શાહરુખ ખાન પોતાના પરિવારની બહુ નજીક છે. કોઇપણ ઇવેન્ટ હોય શાહરુખ પોતાના પરિવારની પ્રશંસા કરવાનું ચૂકતો નથી. જો કે, તાજેતરમાં અભિનેતાએ પોતાના સ્વર્ગીય માતા પિતાથી નારાજગી દર્શાવી છે.

દુનિયાના સૌથી પોપ્યુલર હોસ્ટમાંથી એક એવા ડેવિડ લેટરમેને દિલ્લીમાં શાહરુખ ખાનનો ઇન્ટરવ્યુ લીધો છે. આ વાતચીતમાં શાહરુખ ખાન પોતાની કારકિર્દી, પર્સનલ લાઈફ વિશે વાતો કરી. શાહરુખે પોતાના મા-બાપથી નારાજગી દર્શાવી કહ્યું કે, કદાચ આ ખોટું છે મારે આવું ન કરવું જોઈએ પણ એક વાત છે જેનાથી હું મારા મા-બાપથી નારાજ છું અને એનું કારણ એ છે કે તેમણે મારી સાથે વધુ સમય નથી વિતાવ્યો.

શાહરુખે આગળ કહ્યું કે મેં નિર્ણય લીધો છે કે હું લાંબો સમય જીવીશ જેથી હું મારા બાળકો સાથે વધુ સમય વિતાવી શકું અને તેમને એવું ક્યારેય ન લાગે કે તેમના પેરેન્ટ્સ એમની સાથે નથી. હું તેમની સાથે અભ્યાસ કરું છું, તેમની સાથે સૂઈ જાઉં છું અને ઘણી વાતો કરું છું.

ડેવિડ લેટરમેન સાથેની વાતચીતમાં શાહરુખે પોતાના કરિયર અંગે પણ રસપ્રદ વાતો કરી છે. અભિનેતાએ કહ્યું કે તે એક લોઅર મિડલ ક્લાસ વ્યક્તિ હતો અને તેને જે રીતે સફળતા મળી છે તે એક સપના જેવું છે.

એક્શન ફિલ્મમાં જોવા મળશે કેટરીના કૈફ, ઈશાન-ખટ્ટર-સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરશે

shahrukh.jpg

શાહરુખના પિતા તાજ મોહમ્મદનું મૃત્યુ ૧૯૮૧માં કેન્સરને લીધે થયું હતું અને માતા લતીફ ફાતિમા ૧૯૯૧માં ડાયાબિટીસને લીધે મૃત્યુ પામ્યા હતા. માતા-પિતાના નિધન બાદ શાહરુખે પોતાની બહેન શહેનાઝનું બહુ ધ્યાન રાખ્યું છે.

Image source: Pinterest

0 comments on “શાહરુખ ખાન મા-બાપની આ વાતથી હજુ પણ દુઃખી છે, કહ્યું- મારા બાળકો સાથે આવું નહીં કરું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: