Bollywood

એક્શન ફિલ્મમાં જોવા મળશે કેટરીના કૈફ, ઈશાન-ખટ્ટર-સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરશે

બોલીવુડમાં આવનારી ફિલ્મની ચર્ચા સતત થયા કરતી હોય છે. મેકર્સ ફિલ્મની જાહેરાત કરે એ પહેલા જ ફિલ્મની ગોસિપ લોકો સુધી પહોંચી જાય છે. હવે સમાચાર છે કે કેટરીના કૈફ ટૂંક સમયમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે એક્શન ફિલ્મમાં જોવા મળશે.

ઈશાન ખટ્ટરે ‘બિયોન્ડ ધ કલાઉડ્સ’ અને ‘ધડક’માં પોતાના અભિનય વડે લોકોના દિલ જીત્યા છે તો સિદ્ધાંત ચતુર્વેદીએ ‘ગલી બોય’થી પ્રશંસા મેળવી છે.

View this post on Instagram

MAGMA

A post shared by Ishaan (@ishaankhatter) on

મિડ-ડેના સોર્સ મુજબ કેટરીના ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેનમેન્ટ હેઠળની મેગા બજેટની ફિલ્મમાં જોવા મળી શકે છે.

સલમાન ખાનની ફિલ્મને લીધે સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મનો સેટ હટાવ્યો

ઈશાન અને સિદ્ધાંત કેટલાક સમયથી જાહેરમાં સાથે દેખાય છે. તેઓ જિમમાં પણ સ્પોટ થાય છે. તેઓ બોલીવુડના નવા મિત્રો છે. કેટરીનાની વાતચીત હાલ મેકર્સ સાથે ચાલી રહી છે. જો કે, આ પ્રોજેક્ટ અંગે ત્રણેય એક્ટરમાંથી કોઈએ પ્રતિક્રિયા આપી નથી.

અનુષ્કાની નારાજગી બાદ પૂર્વ ક્રિકેટર ફારુખ ઇંજિનીયરનો યુ-ટર્ન, ખુલાસો કરવો પડ્યો

Image source: Instagram

0 comments on “એક્શન ફિલ્મમાં જોવા મળશે કેટરીના કૈફ, ઈશાન-ખટ્ટર-સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: