Bollywood

કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ વિવાદમાં, જયલલિતાની ભાણેજીએ વાંધો ઉઠાવ્યો

કંગના રનૌત પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને સાઉથ એક્ટ્રેસ જયલલિતાની બાયોપિક છે. કંગના આ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહી છે. તે ભરતનાટ્યમ શીખી રહી છે તેમજ તેના લુક માટે પ્રોસ્થેટીક્સનો ઉપયોગ પણ કરવામાં આવશે. જો કે, તેની આ ફિલ્મ અંગે વિવાદ સર્જાયો છે. જયલલિતાની ભાણેજીએ મદ્રાસ હાઈકોર્ટમાં કેસ કર્યો છે અને આ ફિલ્મ પર સ્ટે લગવાની માંગ કરી છે.

ટાઈમ્સ નાઓની રિપોર્ટ મુજબ, દીપાએ પોતાની એફીડેવીટમાં કહ્યું છે કે ફિલ્મના ડિરેક્ટર એ એલ વિજયે આ મામલે તેની સાથે વિચાર વિમર્શ નથી કર્યો. દીપાનું માનવું છે કે અમુક ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે જે ફેક્ટ નથી. તે અ મામલે કોર્ટની મદદ ઈચ્છે છે. દીપા ઈચ્છે છે કે ફિલ્મના ડિરેક્ટર એ વાત સુનિશ્ચિત કરે કે જયલલિતાની જિંદગીને ખોટી રીતે પડદા પર રજૂ કરવામાં ન આવે અને તેમની ઈમેજ ખરાબ ન થાય.

જયલલિતાના પાત્ર માટે ભરતનાટ્યમ શીખી રહી છે કંગના રનૌત, ફિલ્મ અંગે ઉત્સુકતા

હાલ કંગના પોતાના રોલ માટે લોસ એન્જલેસમાં કામ કરી રહી છે. તેના લુક અને તૈયારીના ફોટોઝ પણ વાયરલ થયા હતા. આ ફિલ્મમાં પ્રકાશ રાજ કરુણાનિધિની ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા કંગના રનૌતના આ ફોટોઝ, જોઇને તમે પણ ચોંકી ઊઠશો!

Image source: Instagram

0 comments on “કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ વિવાદમાં, જયલલિતાની ભાણેજીએ વાંધો ઉઠાવ્યો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: