ગુજરાતી સિનેમા

‘ગુજરાત ૧૧’માં ડેઈઝી શાહ ઉપરાંત બોલીવુડના આ જાણીતા સિંગર પણ જોવા મળશે

રૂપકુમાર રાઠોડે ગુજરાત 11માં મ્યુઝિક તો આપ્યું જ છે, સાથે જ બે ગીત ગાયા છે એટલું જ નહીં તેઓ ફિલ્મમાં કેમેરાની સામે પણ જોવા મળશે.

જયંત ગિલાટરની અપકમિંગ ફિલ્મ ‘ગુજરાત 11’ની રિલીઝ ડેટ નક્કી થઈ ચૂકી છે. બોલીવુડ એક્ટ્રેસ ડેયઝી શાહ અને પ્રતીક ગાંધી સ્ટારર ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મ વિશે ઘણી ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મથી બોલીવુડની જાણીતી એક્ટ્રેસ ડેયઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરશે. સાથે જ રસપ્રદ વાત એ છે કે બોલીવુડના જાણીતા સિંગર કમ્પોઝર રૂપકુમાર રાઠોડ પણ ગુજરાત 11માં જોવા મળશે.

WhatsApp Image 2019-11-01 at 6.42.48 PM

રૂપકુમાર રાઠોડે ગુજરાત 11માં મ્યુઝિક તો આપ્યું જ છે, સાથે જ બે ગીત ગાયા છે એટલું જ નહીં તેઓ ફિલ્મમાં કેમેરાની સામે પણ જોવા મળશે. જી હાં, ગુજરાત 11માં એક રૂપકુમાર રાઠોડ ‘ઢોલીડાના વાગ્યા ઢોલ’માં ગરબા રમતા જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મનું થીમ સોંગ ‘દુનિયાને દેખાડી દઈશું’ પણ રૂપકુમાર રાઠોડે ગાયું છે.

WhatsApp Image 2019-11-01 at 6.42.49 PM

ડિરેક્ટર જયંત ગિલાટરે સિનેમા સાહિત્ય સાથે વાત કરતા કહ્યું, “આ બંને ગીતો દિલીપ રાવલે લખ્યા છે. આ ઉપરાંત આ ગીતમાં ખાસ કચ્છી ઢોલીઓએ પર્ફોમ કર્યું છે.” કચ્છના જાણીતા ઢોલી અસલમ બ્રધર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં પણ કામ કરી ચૂક્યા છે.

કોઈને થવું છે પાતળા, તો કોઈને શીખવું છે ગિટાર.. જાણો ગુજરાતી સ્ટાર્સના નવા વર્ષના રિઝોલ્યુશન શું છે?

ડેયઝી શાહ, પ્રતીક ગાંધી, કવિન દવે અને ચેતન દૈયા સ્ટારર જયંત ગિલાટરની ફિલ્મ ‘ગુજરાત 11’ 22 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે ‘ગુજરાત 11’ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ છે.

~Bhavin Rawal

0 comments on “‘ગુજરાત ૧૧’માં ડેઈઝી શાહ ઉપરાંત બોલીવુડના આ જાણીતા સિંગર પણ જોવા મળશે

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: