Bollywood

સલમાન ખાનની ફિલ્મને લીધે સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મનો સેટ હટાવ્યો

સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ‘ઇન્શાઅલ્લાહ’ પર કામ કરવાના હતા પણ અમુક કારણોથી બંને વચ્ચે મતભેદ ઊભા થયા અને આ ફિલ્મ બંધ પડી ગઈ. હવે સમાચાર છે કે સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મનો સેટ શિફ્ટ કરી નાખ્યો છે અને તેનું કારણ અન્ય કોઈ નહીં પણ સલમાન ખાન છે!

salman bhai.jpg

સંજય લીલા ભણસાલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પહેલું શિડ્યુલ મેહબૂબ સ્ટુડિયોમા શૂટ કરવાના હતા. તો એ જ જગ્યાએ સલમાન ખાન પોતાની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું શૂટિંગ કરવાનો હતો.

ચુલબુલ પાંડે ઈઝ બેક! ‘દબંગ ૩’નું ટ્રેલર રિલીઝ, સલમાનના ચાહકો માટે ખાસ સ્ક્રિનીંગ (જુઓ)

રિપોર્ટ્સ મુજબ, સલમાન આ ફિલ્મનું શુટીંગ ૪ નવેમ્બરથી શરુ કરવાનો હતો અને તેનું બાંધકામ પણ શરુ થઈ ગયું હતું પણ તેને એ ખ્યાલ ન હતો કે સંજય લીલા ભણસાલી પણ અહીં શૂટિંગ કરવાના છે. ભણસાલીને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે પોતાની ફિલ્મનો સેટ ગોરેગાંવમાં શિફ્ટ કરી નાખ્યો.

slb 2

ભણસાલીના સેટનું બાંધકામ ફિલ્મ સિટીમાં તૈયાર હતું અને તેમણે એક ગીતનું શૂટિંગ પણ ત્યાં પતાવ્યું હતું પણ તેમણે એ પછી લોકેશન બદલવાનો નિર્ણય કર્યો કેમકે તેમને સિક્રેટ રીતે શૂટ કરવું પસંદ છે. તેમને બિલકુલ પસંદ નથી કે તેમની ફિલ્મની શૂટિંગના ફોટો અન્ય લોકો શેર કરે અને એક્ટરના લુક વાયરલ થાય.

Image source: Pinterest

0 comments on “સલમાન ખાનની ફિલ્મને લીધે સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મનો સેટ હટાવ્યો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: