Bollywood

#metoo: સિંગર નેહા ભસીન બોલી- ૨૧ વર્ષની ઉંમરે અનુ મલિકે મારી સાથે..

ઇન્ડિયન આઈડલમાં વાપસી કર્યા બાદ સિંગર અને કમ્પોઝર અનુ મલિકની મુશ્કેલીઓ વધી ગઈ છે. મીટુ મૂવમેન્ટ દરમ્યાન તેમના પર અનેક મહિલાઓએ ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. તે પછી તેમને ઇન્ડિયન આઈડલમાંથી હટાવવામાં આવ્યા હતા પરંતુ નવી સિઝનમાં તેઓ પાછા ફરતા સિંગર સોના મોહપાત્રાએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો હતો અને હવે સિંગર નેહા ભસિને પણ તેનો જવાબ આપ્યો છે.

પ્રિયંકા ચોપરાએ #MeToo વિશે વાત કરતા કહ્યું કે, મારું પણ હેરેસમેન્ટ થયું હતું…

સોનાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે ભારતમાં શું નિર્ભયા જેવો કેસ થાય પછી જ લોકો જાગશે? મીટુ વખતે અનુ મલિકના વિરુદ્ધ બોલી તો મને જજની સીટ પરથી હટાવી નાખવામાં આવી હતી. મારા સાથી જજે મને કહ્યું હતું કે મારા લીધે અનુ મલિકની પબ્લિસિટી વધી ગઈ છે અને તેનાથી શોની ટીઆરપી પણ વધી છે. એક વર્ષ બાદ અનુ મલિક ફરી એ જ સીટ પર જઈને બેસી જાય છે!

સોનાની આ પોસ્ટ પર નેહા ભસિને જવાબ લખ્યો કે, “હું સહમત છું આ વાતથી. આપણે એક સેક્સિસ્ટ સમાજમાં રહીએ છીએ. અનુ મલિક પણ એક પ્રીડેટર છે. હું ૨૧ વર્ષની ઉંમરે તેની વિચિત્ર હરકતો જોઈને ત્યાંથી ભાગી છૂટી હતી. મેં પોતાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવી લીધી હતી. તે મારી સામે એક સોફા પર લેટીને સ્ટુડિયોમાં મારી આંખો વિશે વાત કરી રહ્યા હતા. એ પછી હું ખોટું બોલીને ત્યાંથી ભાગી ગઈ હતી.”

નેહાએ આગળ લખ્યું કે, “મારી મા મારી રાહ જોઈ રહી છે એવું ખોટું બોલીને હું નીકળી આવી હતી. એ પછી તેમણે મને મેસેજ અને ફોન પણ કર્યા હતા જેનો મેં જવાબ આપવાનો બંધ કર્યો હતો. હું મારી સીડી લઈને ગઈ હતી અને એક ગીત ગાવાનો મોકો મળે તે આશાથી ગઈ હતી. તે ઉંમરમાં મારાથી મોટા છે અને તેમણે જેવો વ્યવહાર કરવો જોઈતો હતો, તેવો ન કર્યો. અનુ મલિક એક બદસૂરત વિકૃત માનસિકતા વાળી વ્યક્તિ છે.”

‘Metoo’ના આરોપો વચ્ચે ડિરેક્ટર વૂડી એલને જાતે જ પોતાની નવી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું (watch trailer)

ઉલ્લેખનીય છે કે ૧૯૯૬માં સિંગર અલીશા ચિનોયે પણ અનુ મલિકને સેક્શુઅલ હેરેસમેન્ટ મામલે કોર્ટમાં ઘસેડ્યો હતો.

Image source: Instagram/Pinterest

0 comments on “#metoo: સિંગર નેહા ભસીન બોલી- ૨૧ વર્ષની ઉંમરે અનુ મલિકે મારી સાથે..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: