તમારા ગમતા ગુજરાતી સેલેબ્સે પોત પોતાનો આગામી વર્ષનો પ્લાન રેડી કરી દીધો છે. વાંચો ઓજસ રાવલ, મયુર ચૌહાણ, શૌનક વ્યાસ, ભક્તિ કુબાવત અને ધ્યેય મહેતાનું શું છે આ વર્ષનું રિઝોલ્યુશન ?
~ Bhavin Rawal
વિક્રમ સંવત 2076 શરૂ થઈ ચૂક્યું છે. લાભ પાંચમથી ધંધા રોજગાર પણ શરૂ થઈ ચૂક્યા છે. તમે પણ કામે ચડી ગયા હશો, ત્યારે તમારા નવા વર્ષના રિઝોલ્યુશનું શું? તમે કોઈ રિઝોલ્યુશન તો લીધું જ હશે. આપણા ગમતા સ્ટાર્સ પણ તેમના કામમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. જો કે તમારા ગમતા ગુજરાતી સેલેબ્સે પોત પોતાનો આગામી વર્ષનો પ્લાન રેડી કરી દીધો છે. વાંચો ઓજસ રાવલ, મયુર ચૌહાણ, શૌનક વ્યાસ, પ્રિયા સરૈયા અને ધ્યેય મહેતાનું શું છે આ વર્ષનું રિઝોલ્યુશન?
સિનેમા સાહિત્યએ તમારા ગમતા સ્ટાર્સ સાથે વાત કરીને તેમના નવા વર્ષના રિઝોલ્યુશન પૂછ્યા. તો આપણા સૌના ગમતા મયુર ચૌહાણ એટલે કે માઈકલનું રિઝોલ્યુશન આ વર્ષે ગિટાર શીખવાનું છે. માઈકલ હાલ તો પોતાની અપકમિંગ ફિલ્મ ‘થપ્પો’ પર કામ કરી રહ્યા છે. જો કે તેમને આ વર્ષે ગિટાર શીખવાની પોતાની લાંબા સમયની ઈચ્છા પૂરી કરવી છે.
મયૂર ચૌહાણ ઉર્ફે માઈકલ હવે સિલ્વર સ્ક્રીન પર કરશે ‘થપ્પો’, ફિલ્મ ‘હેલ્લારો’ સાથે છે ખાસ કનેક્શન
ગોર્જિયસ ગર્લ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ ભક્તિ કુબાવતે ઈકો ફ્રેન્ડલી વસ્તુ વાપરવાનું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો નિશ્ચય કર્યો છે. હાલ દેશમાં જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની અને પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ભક્તિ કુબાવતનું કહેવું છે કે, “આ વર્ષે મેં ફટાકડા નથી ફોડ્યા.. અને આગામી સમયમાં પણ હું એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી વસ્તુઓ જ વાપરીશ. પ્લાસ્ટિકનો ઉપયોગ બનશે એટલો ઓછો કરીશ. એટલું જ નહીં પર્યાવરણને જાળવવા માટે અવેરનેસ ફેલાવવા પ્રયત્ન પણ કરીશ.”
ઓજસ રાવલ પણ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને નવા વર્ષે કેટલાક કામ કરવા ઈચ્છે છે. નાટકો, ટીવી સિરયલ્સ, ફિલ્મો અને સ્ટેજ શૉમાં સતત વ્યસ્ત રહેતા ઓજસ રાવલે નવા વર્ષે પોતાનું ડાયટ મેનેજ કરવાનો નિશ્ચય કર્યો છે. સિનેમા સાહિત્ય સાથે ઓજસ રાવલે વાત કરતા કહ્યું કે, “કામના કારણે શિડ્યુલ અસ્તવ્યસ્ત થઈ જાય છે, ખાસ તો ખાવાપીવાના શેડ્યુલ પર હેક્ટિક લાઈફમાં ખૂબ જ સ્ટ્રેસ આવે, પ્રેશર આવે છે, એટલે આ વર્ષે મારે ભોજન નિયમિત કરવું છે. ડાયટ પ્લાન ફોલો કરવો છે. ગત વર્ષે આ મુદ્દા પર ધ્યાન નથી રહ્યું, એટલે આ વર્ષે હું પ્રણ લઉ છું કે નિયમિત રીતે ભોજન કરવા પર ધ્યાન આપીશ.”
લવની ભવાઈ, વેન્ટિલેટર, ચાલ જીવી લઈએ જેવી ફિલ્મોમાં હિટ સોંગ્સ આપી ચૂકેલા કમ્પોઝર-સિંગર પાર્થ ભરત ઠક્કરે પણ હેલ્થ અંગે જ રિઝોલ્યુશન લીધું છે. પાર્થ ઠક્કર આ વર્ષે ફિટ થવા ઈચ્છે છે, અને તેમની આ પ્રાયોરિટી છે. પાર્થ કહે છે કે, “મારુ કામ એવું છે કે અમે ઓડ અવર્સમાં પણ કામ કરીએ, એટલે ખાવા પીવામાં ધ્યાન નથી રહેતું… સ્લીપિંગ પેટર્ન ઓકવર્ડ હોય છે… પૂરતી ઉંઘ નથી થતી. પરંતુ આ વર્ષે હું હેલ્થ પર ખાસ ધ્યાન આપવાનો છું. સાથે જ મારી યુટ્યુબ ચેનલ પર મારા ઓરિજિનલ સોંગ્સ રિલીઝ કરવાનો પણ પ્લાન છે. ગયા વર્ષથી ગાવાનું શરૂ કર્યું છે, તો મારા ગીતોમાં હું ગાવાનું પણ ચાલુ રાખીશ.”
સ્ત્રીઓ નાજુક હોય છે એ વાતને પડકારીને અમે 45 ડિગ્રીમાં ચપ્પલ વિના શુટિંગ કર્યું હતું: શ્રદ્ધા ડાંગર
કમ્પોઝર પાર્થ ભરત ઠક્કર જેવું જ રિઝોલ્યુશન જાણીતા સિંગર પ્રિયા સરૈયાનું પણ છે. પ્રિયાને પણ પાતળા તો થવું જ છે, સાથે સાથે તેમને નવા ઈન્સ્ટ્રુમેન્ટ પણ શીખવા છે. પ્રિયા કહેવા પ્રમાણે તેમને આ વર્ષે હેલ્થ પર ફોકસ કરવું છે, અને થોડા પાતળા થવું છે. સાથે જ પ્રિયા આ વર્ષે સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ પણ કરવા ઈચ્છી રહી છે. આ ઉપરાંત પ્રિયા સરૈયાના ટુ ડુ લિસ્ટમાં છે શાસ્ત્રીય સંગીતના રિયાઝ માટે વધુ સમય ફાળવવો. પ્રિયા કહે છે કે રોજ અડધો કલાક તો રિયાઝ કરું જ છું, પણ એ પુરતુ નથી, એટલે નવા વર્ષે હું વધુ સમય કાઢવાની કોશિશ કરીશ.
૫૦મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની પસંદગી થઈ
જાણીતા એક્ટર-ડિરેક્ટર શૌનક વ્યાસે તો ત્રણ-ત્રણ રિઝોલ્યુશન લીધા છે. શૌનક વ્યાસના ટુ ડુ લિસ્ટમાં આ વખતે ફેમિલી ટોપ પ્રાયોરિટીમાં છે. શૌનક વ્યાસ કહે છે કે, “ફેમિલીને વધુ સમય આપવો છે, ફોનમાંથી કાઢીને. સાથે જ આ વર્ષે મેં સંકલ્પ લીધો છે કે હું બીજાની ભૂલ ભૂલી જઈશ, અને મેં શું કર્યું, મે શું ભૂલ કરી તે જ યાદ રાખીશ.” તાજેતરમાં જ શૌનક વ્યાસની ફિલ્મ ‘ટીચર ઓફ ધી યર’ રિલીઝ થઈ હતી. આ વર્ષે તેઓ નવી ફિલ્મ પણ લખી રહ્યા છે, સાથે જ તેમના ત્રણ નવા નાટક પણ ઓપન થવાના છે.
મારે ટાઈપકાસ્ટ નથી થવું, જુદા જુદા પાત્રો ભજવવા છેઃ કૌશાંબી ભટ્ટ
તો હિન્દી ટીવી સીરિયલ્સમાં કામ કરતા અમદાવાદી બોય ધ્યેય મહેતા પણ હેલ્થ પર ફોકસ કરી રહ્યા છે. ઓજસ રાવલ અને પાર્થ ઠક્કરની જેમ ધ્યેયે પણ આ વર્ષે ફિટ રહેવાનું રિઝોલ્યુશન લીધું છે. ઉલ્લેખનીય છે કે ધ્યેય ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે. ત્યારે ધ્યેયનું કહેવું છે કે, “સ્ટે ફિટ, ઈટ હેલ્ધી એન્ડ એન્જોય લાઈફ એ મારો મંત્ર છે. જો આપણે ફિટ રહીશું, તો દેશ પણ ફિટ રહેશે.”
~By Bhavin Rawal
Image source: Instagram/Facebook
0 comments on “કોઈને થવું છે પાતળા, તો કોઈને શીખવું છે ગિટાર.. જાણો ગુજરાતી સ્ટાર્સના નવા વર્ષના રિઝોલ્યુશન શું છે?”