Bollywood

અમરીશ પુરીના પૌત્રએ કહ્યું- હું મારા દમ પર ઊભો છું, નેપોટીઝમની વાત જ નથી!

કંગના રનૌત અને કરણ જોહર વચ્ચે થયેલા વિવાદ બાદ બોલીવુડમાં ‘નેપોટીઝમ’ એક મહત્વનો મુદ્દો બની ગયો છે. નવા ઉભરતા કલાકારોને તો આ સવાલ ખાસ પૂછવામાં આવે છે. સગાવાદને લઈને અગાઉ પણ ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે. મહાન એક્ટર અમરીશ પૂરીનો પૌત્ર વર્ધન પુરી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. અમરીશ પૂરીનો પૌત્ર હોવાથી તે પણ નેપોટીઝમના સવાલોથી ઘેરાઈ ગયો છે, પણ વર્ધન એવું માને છે કે તે નેપોટીઝમની પ્રોડક્ટ નથી.

71172545_375298813372468_2510306706749876799_n.jpg

વર્ધને કહ્યું કે- નેપોટીઝમ વાળી વાત તેને લાગુ નથી પડતી કેમકે તેના દાદા ગુજરી ગયા ત્યારે તે બહુ નાનો હતો. “નેપોટીઝમ ત્યારે કહેવાય જ્યારે પરિવારનો પ્રભાવશાળી એક્ટર તમને આ ક્ષેત્રમાં મદદ કરવાની કોશિશ કરતો હોય, ફિલ્મમેકર્સને ભલામણ કરતો હોય. પણ મારી સાથે એવું નથી થયું. હું મારા દમ પર ઊભો છું.”

વર્ધન ‘યે સાલી આશિકી’ ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે શિવાલિકા ઓબેરોય જોવા મળશે. આ ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ વર્ધને લખ્યો છે. વર્ધને લખ્યું કે તેને આ ફિલ્મથી ડેબ્યુ કરવાની ઈચ્છા ન હતી પણ પછી આ જ ફિલ્મને એક ડેબ્યુ ફિલ્મ તરીકે પસંદ કરી.

જોન સીનાએ શેર કર્યો રણવીર સિંહનો ફોટો, આવી હતી ‘સિમ્બા’ની પ્રતિક્રિયા

Image source: Instagram

0 comments on “અમરીશ પુરીના પૌત્રએ કહ્યું- હું મારા દમ પર ઊભો છું, નેપોટીઝમની વાત જ નથી!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: