Bollywood

અજય દેવગણને લઇને ધમાકેદાર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે સંજય લીલા ભણસાલી

બોલીવુડના જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી અને સિંઘમ સ્ટાર અજય દેવગણના સાથે કામ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. સંજય લીલા ભણસાલી અજય દેવગણને લઇને ‘બૈજુ બાવરા’ બનાવશે તેવી અટકળો છે.

57989196_438232610313482_519126842014218094_n

તાજેતરમાં જ સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મ ‘બૈજુ બાવરા’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દિવાળી ૨૦૨૧ના રિલીઝ થશે.

‘બૈજુ બાવરા’ એક મ્યુઝિકલ સાગા હશે જેમાં મ્યુઝીશિયનના બદલાની વાર્તા રજૂ કરવામાં આવશે. જો કે, આ ફિલ્મ અંગે વધુ જાણકારી આપવામાં આવી નથી. આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં દેખાય તેવી શક્યતા છે.

અક્ષય કુમારની હાઉસફુલ છે ફેક, વાંચો શું છે સ્ટોરી

16110720_254336751656590_3756588678680412160_n

ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલી અને અજય દેવગણ અગાઉ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં સાથે કામ કરી ચૂક્યા છે.

Image source: Instagram

0 comments on “અજય દેવગણને લઇને ધમાકેદાર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે સંજય લીલા ભણસાલી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: