Bollywood

જોન સીનાએ શેર કર્યો રણવીર સિંહનો ફોટો, આવી હતી ‘સિમ્બા’ની પ્રતિક્રિયા

જોન સીનાએ લગભગ ૧૭ વર્ષો સુધી રેસલિંગથી દુનિયાભરના ચાહકોનું દિલ જીતી લીધું છે. WWEમાં ‘Face’ બનીને તેણે કરેલા સ્ટન્ટ આજે પણ લોકોને યાદ છે. જો કે, જોન સીના હવે પોતાના મૂવી કરિયર પર ફોકસ કરી રહ્યો છે અને ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ ૯ જેવી હોલીવુડની મોટી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

ભારતમાં જોન સીનાની ફેન ફોલોઈન્ગ જબરદસ્ત છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર દરેકને દિવાળીની શુભકામનાઓ આપી હતી. આ સિવાય જોન સીનાએ અગાઉ હોળીની શુભકામનાઓ પણ આપી હતી. તે સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાન, સુશાંત સિંહ રાજપૂત, શિલ્પા શેટ્ટી વગેરેના ફોટો પણ પોસ્ટ કરી ચૂક્યો છે.

શાહરુખ-ગૌરીની 28મી લગ્નતિથિ: ખાસ ફોટો શેર કરીને શાહરુખે ગૌરીને કહી દિલની વાત

હવે જે સેલીબ્રીટીના પ્રેમમાં જોન સીના પડ્યો છે એ છે રણવીર સિંહ. જોન સીનાએ રણવીરનો ફોટો શેર કર્યો છે જેમાં તે એકદમ કૂલ લાગી રહ્યો છે. રણવીરે આ ફોટો પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “મને નહીં જોઈ શકો (Can’t see me). જોન સીનાનો આઇકોનિક કેચફ્રેઝ હતો You Can’t See Me!

Image source: YouTube

0 comments on “જોન સીનાએ શેર કર્યો રણવીર સિંહનો ફોટો, આવી હતી ‘સિમ્બા’ની પ્રતિક્રિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: