Television

TRP Update: બિગ બોસ, કેબીસી, કપિલ શર્મા શો ટોપ 5માં નહીં! આ અન્ય સિરીયલોએ લીધી જગ્યા

નાના પરદે ગયા અઠવાડિયાના TRPમાં આશ્ચર્યજનક ફેરફાર સર્જાયો છે. આ દિવસોમાં ટીવી પર સલમાનની ‘બિગ બોસ સિઝન 13’, બિગ બીની ‘કેબીસી સિઝન 11’ અને કપિલ શર્માના ‘ધ કપિલ શર્મા શો’ જેવા મોટા ગજાના કાર્યક્રમો પ્રસારિત થઈ રહ્યા છે. પરતું આશ્ચર્યજનક રીતે ગયા અઠવાડિયાના TRPમાં આ ત્રણેય શોના નામ ગબડી પડ્યાં છે. બોલિવુડ સ્ટાર્સ સાથે જોડાયેલા હોવા છતાં આ કાર્યક્રમો ટોપ 5માં પણ સ્થાન બનાવી શક્યા નથી. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત જાહેર થઈ છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના આંકડાઓને ભેગા કરવામાં આવે તો દંગલ ચેનલ પર પ્રસારિત થતી સિરીયલ ‘બંદિની’ ટોપ પર છે. બીજા અને ત્રીજા નંબર પર ઝી ટીવીના શો અનુક્રમે ‘કુમકુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’ છે. જ્યારે દંગલ ચેનલના જ બીજા બે શો ‘દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ’ ચોથા અને ‘રહના હૈ તેરી પલકોં કી છાંવ મેં’ પાંચમાં સ્થાન પર છે. માત્ર ગ્રામ્ય ક્ષેત્રની વાત કરીએ દંગલ ચેનલના આ ત્રણેય શો ઉપરાંત ‘મહિમા શનિ દેવ કી’ મળીને પહેલા ચાર સ્થાનો કબજે કરી લીધાં છે. જ્યારે પાંચમા સ્થાન પર ઝી ટીવીનો ‘કુંડલી ભાગ્ય’ શો છે. આ પણ વાંચો: આ સિરિયલના મેકર્સ પર ભડક્યા ચાહકો, બહુ અજીબ છે એનું કારણ!

આ જ રીતે શહેરી ક્ષેત્ર અંગે વાત કરવામાં આવે તો અહીં સબ ટીવીનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા સ્થાન પર છે. ઝી ટીવીનો ‘કુંડલી ભાગ્ય’ અને સ્ટાર પ્લસનો ‘રિશ્તા ક્યા કહલાતા હૈ’ શો અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમ પર છે. જ્યારે અહીં કેબીસીએ ચોથા સ્થાન પર અને ‘ઇન્ડિયન આઈડલે’ પાંચમા સ્થાને પક્કડ જમાવી છે.

Image Courtesy: Instagram/ kbc11, bigboss13

0 comments on “TRP Update: બિગ બોસ, કેબીસી, કપિલ શર્મા શો ટોપ 5માં નહીં! આ અન્ય સિરીયલોએ લીધી જગ્યા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: