Bollywood

શાહરુખ-ગૌરીની 28મી લગ્નતિથિ: ખાસ ફોટો શેર કરીને શાહરુખે ગૌરીને કહી દિલની વાત

બોલિવુડના કિંગ ખાન શાહરુખ અને ગૌરીની જોડી હંમેશા ચાહકો માટે એક સ્નેહાળ જોડી રહી છે. શાહરુખ ખાન હંમેશા પત્ની ગૌરી ખાન સાથેના રોમાન્ટિક ફોટોઝ શેર કરીને ચાહકોને અપડેટ કરતા રહે છે. અભિનેતાએ આજે પણ આવી જ અમુક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેના દ્વારા તેણે પત્ની ગૌરીને પોતાના દિલની વાત કરી છે. વાસ્તવમાં આજે આ ‘લવિંગ કપલ’ પોતાની 28મી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ દિવસને ખાસ બનાવવા માટે કિંગ ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર શાહરુખે પત્ની ગૌરીનો ફોટો અપલોડ કરીને સાથે જ લખ્યું છે: “એવું લાગે છે કે જાણે ગઈ કાલની જ વાત હોય. લગભગ ત્રણ દશક થઈ ગયા છે ત્રણ વ્હાલાં બાળકો પણ થઈ ગયાં છે. મારા દ્વારા કહેવાતી બધી જ પરીઓની વાર્તાઓથી પર, મને લાગે છે કે તને મેળવીને મને એટલું જ સુંદર લાગે છે જેટલું સુંદર લાગી શકે.” શાહરુખ ખાનની આ દિલની વાતને તેના ચાહકોએ અને ગૌરીએ વધાવી લીધી હતી. આ પણ વાંચો: રણબીર-આલિયાની સગાઈના કાર્ડ વાઇરલ થયાં! નકલી હોવાની ખાતરી આ રીતે થઈ

શાહરુખ ખાન અને ગૌરી ખાનની પહેલી મુલાકાત બંનેના એક કોમન મિત્રના લગ્નમાં, 1984માં થઈ હતી. ત્યારથી જ તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યાં. પરંતુ ગૌરી હિન્દુ હોવાને કારણે તેના ઘરના સભ્યોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. શાહરુખે ત્યાર બાદ કોઈ પણ ભોગે તેના પરિવારને મનાવી લીધા અને 26 ઓગસ્ટ, 1991ના દિવસે બંનેએ કોર્ટમાં લગ્ન કર્યાં. ત્યાર બાદ મુસ્લિમ ધર્મ મુજબ નિકાહ અને હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન પણ કર્યાં.

Image Courtesy: Instagram/ Shah Rukh Khan

0 comments on “શાહરુખ-ગૌરીની 28મી લગ્નતિથિ: ખાસ ફોટો શેર કરીને શાહરુખે ગૌરીને કહી દિલની વાત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: