Bollywood

જ્હાનવી કપૂરે ‘ગુંજન સક્સેના’નું શૂટિંગ પૂર્ણ કર્યું, મહિલા પાયલટની આ બાયોપિક વિશે વધુ જાણો

બોલિવુડ અભિનેત્રી શ્રી દેવીની દીકરી જ્હાનવી કપૂર આજ-કાલ ચર્ચામાં છે. છેલ્લે દુપટ્ટા પરના પ્રાઈઝ ટેગને કારણે ટ્રોલ થયેલી જ્હાનવીએ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રીમેક ‘ધડક’માં લીડ ભૂમિકા ભજવી હતી જેની લોકોએ નોંધ પણ લીધી હતી. હવે જ્હાનવી તેની આગામી ફિલ્મ ‘ગુંજન સક્સેના’ લઈને આવશે. આ ફિલ્મનું આખું નામ ‘ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ’ છે. આ ફિલ્મમાં જ્હાનવીએ ઇન્ડિયન એરફોર્સ પાયલટ ગુંજન સક્સેનાની ભૂમિકા ભજવી છે.

‘ગુંજન સક્સેના’ ભારતીય હવાઈદળની પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ છે. ગુંજન સક્સેના 1999ના ભારત-પાકિસ્તાન વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધ વખતે યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરવાવાળી પહેલી મહિલા ફાઈટર પાયલટ હતી. આ ફિલ્મમાં જ્હાનવી કપૂર એરફોર્સની વર્દી પહેરીને યુદ્ધ ક્ષેત્રમાં ફાઈટર વિમાન ઉડાડતી જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ ભારત અને જ્યોર્જિયામાં થયું છે. ઘણા બધા એક્શન દૃશ્યોથી ભરપુર આ ફિલ્મને જ્હાનવી કપૂર અને તેના ઓન-સ્ક્રીન ભાઈ અંગદ બેદીએ ટીમ સાથે પૂરું કરી લીધું છે. આ પણ વાંચો: ‘બાલા’થી હવે નહીં ટકરાય સની સિંહની ફિલ્મ, ‘ઉજડા ચમન’ આ દિવસે થશે રિલીઝ

ફિલ્મ મેકર્સે આ વર્ષની શરૂઆતમાં જ જ્હાનવીના કેટલાક ફોટોઝ શેર કર્યા હતા જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ફિલ્મમાં ગુંજનના જીવનના કેટલાક મહત્વના ચરણોનો દેખાડવામાં આવશે, જેમાં તેના પાયલટ બનવાના સપના અને પિતાના સહકારની વાતો વણી લેવાશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ગુંજનના પિતાના અને નીના ગુપ્તા માતાના રોલમાં દેખાશે. ફિલ્મ 13 માર્ચ, 2020ના દિવસે રિલીઝ થશે.

Image Courtesy: Instagram/ Janhvi Kapoor

 

0 comments on “જ્હાનવી કપૂરે ‘ગુંજન સક્સેના’નું શૂટિંગ પૂર્ણ કર્યું, મહિલા પાયલટની આ બાયોપિક વિશે વધુ જાણો

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: