Bollywood

‘બાલા’થી હવે નહીં ટકરાય સની સિંહની ફિલ્મ, ‘ઉજડા ચમન’ આ દિવસે થશે રિલીઝ

અભિષેક પાઠક નિર્દેશિત ‘ઉજડા ચમન’ અને અમર કૌશિક નિર્દેશિત ‘બાલા’ વચ્ચે ઘણા સમયથી દલીલો ચાલી રહી હતી. આ બંને ફિલ્મો વચ્ચે ક્લેશ થવાથી નિર્માતાઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો પણ હવે ‘ઉજડા ચમન’ની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એક્ચ્યુલી, ‘ઉજડા ચમન’ ૮ નવેમ્બરના રિલીઝ થવાની હતી અને ‘બાલા’ ૭ નવેમ્બરના, પણ ઉજડા ચમન હવે એક અઠવાડિયું વહેલી એટલે કે પહેલી નવેમ્બરના રિલીઝ થશે. જેમ ‘બાલા’ના નિર્માતાઓએ રિલીઝ ડેટ બેથી ત્રણ વાર બદલી તેમ ઉજડા ચમનની તારીખ પણ બદલાઈ છે.

કોમેડીથી ભરપૂર છે આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’નું ટ્રેલર (જુઓ)

ફિલ્મના એક્ટર સની સિંહે ફોટો શેર કરીને નવી ડેટની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બંને સમાન વિષયની ફિલ્મોને લઈને દર્શકો પણ વિટંબણામાં હતા. આયુષમાન અને સની સિંહ બંને ટાલિયાના રોલમાં છે. આ બંનેમાંથી કઈ ફિલ્મો વધુ ચાલે છે તે જોવું રહ્યું!

Image source: Instagram

0 comments on “‘બાલા’થી હવે નહીં ટકરાય સની સિંહની ફિલ્મ, ‘ઉજડા ચમન’ આ દિવસે થશે રિલીઝ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: