Bollywood

અનુષ્કા શર્માએ શા માટે નોન-વેજ ખાવાનું છોડી દીધું? આ ટ્રેલર દ્વારા આપ્યો જવાબ

એવા અનેક બોલીવુડ કલાકારો છે જેઓ નોન વેજ ખાવાનું છોડીને વેજીટેરિયન બની ગયા છે. આ લિસ્ટમાં શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, જેકલીન, જોન અબ્રાહમ, કંગના રનૌત વગેરે સામેલ છે. અનુષ્કા શર્માએ જ્યારે નોન-વેજ છોડીને વેજીટેરિયન બનવાનો નિર્ણય લીધો ત્યારે દરેક લોકોએ તેનું કારણ પૂછ્યું હતું અને હજુ પણ પૂછે છે. હવે એક ટ્રેલર દ્વારા અભિનેત્રીએ એ દરેક લોકોને જવાબ આપ્યો છે.

એવોર્ડ શોમાં પોતાને હોસ્ટ સમજી બેઠો રણવીર સિંહ, અનુષ્કાએ યાદ કરાવ્યું (જુઓ વિડીયો)

અનુષ્કાએ ટ્વીટ કરીને નેટફ્લીક્સ પરની ડોકયુમેન્ટરીનું ટ્રેલર શેર કર્યું હતું અને લખ્યું હતું કે, “જ્યારથી હું વેજીટેરીયન બની છું ત્યારથી લોકો મને એક જ સવાલ પૂછી રહ્યા છે કે તને પ્રોટીન ક્યાંથી મળે છે? ધ ગેમ ચેન્જર્સ ફિલ્મ જે નેટફ્લીક્સ પર છે તે આ સવાલનો જવાબ છે.”

ઉલ્લેખનીય છે કે આમિર ખાન પણ વેજીટેરીયન છે. આમિરની પત્ની કિરણે આ બાબતે તેને પ્રેરણા આપી હતી. તે ઈચ્છે છે કે માણસે પોતાના ખોરાક માટે જાનવરો સાથે નિર્દયતાથી ન વર્તવું જોઈએ.”

Image source: Instagram

0 comments on “અનુષ્કા શર્માએ શા માટે નોન-વેજ ખાવાનું છોડી દીધું? આ ટ્રેલર દ્વારા આપ્યો જવાબ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: