Bollywood

દાદા અને પિતાની જેમ તૈમૂર અલી ખાન પણ ભણવા માટે બોર્ડિંગ સ્કૂલ જશે!

ફોટોગ્રાફર્સનો લાડલો અને સોશિયલ મીડિયા સ્ટાર તૈમૂર અલી ખાન આવનારા સમયમાં ભણવા માટે બોર્ડિંગ સ્કૂલ જઈ શકે છે! તે પોતાના પિતા સૈફ અને દાદા મંસૂર અલી ખાન પટૌડીના ટ્રેડિશનને ફોલો કરશે.

51026400_731293753937175_1801879127720133238_n

એક પોર્ટલના અહેવાલ મુજબ, તૈમૂરને હર્ટફોર્ડશાયરના લોકર્સ પાર્ક પ્રેપ સ્કૂલમાં મોકલવામાં આવશે. સૈફ અલી ખાન પણ આ પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણ્યો હતો અને એ પછી તે વિન્ચેસ્ટર કોલેજ ગયો હતો. એ જ રીતે પટૌડી સાબને પણ ત્યાં ફ્રેંક વૂલી દ્વારા ક્રિકેટનું કોચિંગ આપવામાં આવ્યું હતું.

69479328_134323917854494_2662574421691553454_n (1)

અગાઉ સૈફ અને કરીનાએ તૈમૂરના બોર્ડિંગ સ્કૂલ જવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી. કરીનાએ કહ્યું હતું કે, “હું અને સૈફ આ અંગે વિચારી રહ્યા છીએ. અમે જે રીતે મુંબઈમાં રહીએ છીએ તે જોતા તૈમૂરની લાઈફ પર તેની અસર પડે છે. હું મારા દીકરાને લાઈમલાઈટથી દૂર રાખવા માગું છું.”

મમ્મી કરીનાને યોગ કરતા જોઈ તૈમૂરે આપી આવી સ્વીટ પ્રતિક્રિયા, વીડિયો થયો વાયરલ

66300228_406163410002243_5360045386710228353_n (1)

સૈફે પણ કીધું હતું કે તૈમૂરને અહીંથી દૂર જવું પડશે જેથી તે નાની વયે આવી બાબતથી બચી શકે. સૈફની દીકરી સારા પણ કોલમ્બિયા યુનિવર્સીટીમાં ભણી છે.

ભાણેજીની આ આદતથી નાખુશ છે કરીના કપૂર, બહેન કરિશ્માને આપી આવી સલાહ

69236933_1321861427963581_8148293976275260992_n

Image source: Instagram

0 comments on “દાદા અને પિતાની જેમ તૈમૂર અલી ખાન પણ ભણવા માટે બોર્ડિંગ સ્કૂલ જશે!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: