ગુજરાતી સિનેમા

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘હેલ્લારો’ હવે IFFIના શ્રેષ્ઠ ડેબ્યૂ નોમિનેશનમાં સામેલ, કુલ 7 ફિલ્મો મેદાનમાં

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઈએફએફઆઈ)એ રવિવારે ડેબ્યૂ સ્પર્ધા (નિર્દેશન) માટે પસંદ કરેલી 7 ફિલ્મોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અભિષેક શાહની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને મનુ અશોકનની મલયાલમ ફિલ્મ ‘ઉયારે’ – આ બંને ભારતીય ફિલ્મોને પસંદગી મળી છે. કુલ 7 ફિલ્મોમાંથી આ 2 ભારતીય ફિલ્મો પુરસ્કાર માટે અન્ય 5 વિદેશી ફિલ્મો સાથે સ્પર્ધામાં છે. આ યાદીમાં 5 વિદેશી ફિલ્મો છે જેમના નામ નીચે આપ્યા છે.

દેશ | અલ્જીરિયા          ફિલ્મ | બૂ લીલા               નિર્દેશક | અમીન સીદી બ્યૂમેડીન

દેશ | કોરિયા                ફિલ્મ | રોમાંગ                 નિર્દેશક |  લી ચાંગ ગ્યૂન

દેશ | રોમાનિયા            ફિલ્મ | મોન્સ્ટર્સ               નિર્દેશક | મોરિયસ ઓલ્ટેનુ

દેશ | અમેરિકા              ફિલ્મ | માય નેમ ઈઝ સારા     નિર્દેશક | સ્ટીવન ઓરીટ

દેશ | અમેરિકા              ફિલ્મ | ક્લિયો             નિર્દેશક | ઈવા કુલ

આ પણ વાંચો: ‘હેલ્લારો’નું પહેલું ગીત ‘અસવાર’ થયું રિલીઝ, અદભુત શબ્દો અને ગરબાનું મિશ્રણ (જુઓ)

આ સ્પર્ધા વિજેતા બનનારી ફિલ્મને સિલ્વર પીકોક સ્ટેચ્યૂ, એક સર્ટીફીકેટ અને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ફેસ્ટિવલ ગોવામાં 20 થી 28 નવેમ્બર દરમિયાન યોજવામાં આવશે, જેમાં વિભિન્ન દેશોની લગભગ 250 જેટલી ફિલ્મોના પ્રીમિયર્સ યોજાશે. જ્યારે આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત અમિતાભ બચ્ચનની સાતથી આઠ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.

Image Courtesy: Facebook/ Hellaro

 

0 comments on “રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘હેલ્લારો’ હવે IFFIના શ્રેષ્ઠ ડેબ્યૂ નોમિનેશનમાં સામેલ, કુલ 7 ફિલ્મો મેદાનમાં

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: