Bollywood

ચુલબુલ પાંડે ઈઝ બેક! ‘દબંગ ૩’નું ટ્રેલર રિલીઝ, સલમાનના ચાહકો માટે ખાસ સ્ક્રિનીંગ (જુઓ)

આ વર્ષે જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે એ ફિલ્મ ‘દબંગ ૩’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો પોતાના ફેવરેટ ચુલબુલ ‘રોબિનહૂડ’ પાંડેને સ્ક્રીન પર જોવા આતુર છે ત્યારે આજનું ટ્રેલર લોન્ચ ચાહકો માટે ખાસ બન્યું છે.

‘દબંગ ૩’ના ટ્રેલરનું સ્પેશિયલ સ્ક્રીનીંગ ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, જયપુર, કોલકાતા, અમદાવાદ, ઇન્દોર, લખનૌ વગેરે શહેરોમાં યોજાયું. તો મુંબઈના ચાહકોને સલમાન ખાનને મળવાનો મોકો પણ મળ્યો.

d3.jpg

ચુલબુલ, બલ્લી, રજ્જો, ખુશી વગેરેના પોસ્ટરે ફિલ્મ અંગે ચાહકોમાં ઉત્કંઠા જગાવી છે. ટ્રેલર પણ દબંગ ખાનની જેમ દમદાર છે. જુઓ:

પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી ‘દબંગ ૩’ ૨૦ ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે.

કોરિયન ફિલ્મ ‘આઉટલોઝ’ની હિન્દી રિમેકમાં સલમાન ખાન મચાવશે ધમાલ

Image source: Instagram

0 comments on “ચુલબુલ પાંડે ઈઝ બેક! ‘દબંગ ૩’નું ટ્રેલર રિલીઝ, સલમાનના ચાહકો માટે ખાસ સ્ક્રિનીંગ (જુઓ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: