Television

બિગ બોસમાં સ્પર્ધકો વચ્ચે યુદ્ધ છેડાયું, દેવોલીનાએ શહેનાઝને મારી થપ્પડ!

ટીવીનો વિવાદાસ્પદ શો ‘બિગ બોસ ૧૩’ સમય જતા વધુ ચર્ચામાં રહ્યો છે. સલમાન ખાનનો આ શો ટીઆરપી સાથે વિવાદમાં પણ આગળ છે. શોમાં ટકી રહેવા માટે સ્પર્ધકો પોતાની હદ પાર કરતા ખચકાતા નથી. ટાસ્કમાં જીતવા માટે તેઓ અગ્રેસિવ થઈ જાય છે. દર્શકો આગળના એપિસોડમાં જોશે કે દેવોલીના ટાસ્ક દરમ્યાન શહેનાઝ સાથે મારામારી પર ઉતરી આવે છે.

રશ્મિ દેસાઈને ‘દિલ સે દિલ તક’ શોમાંથી કાઢવા માગતો હતો સિદ્ધાર્થ શુક્લા!

દરઅસલ, મંગળવારના એક એપિસોડમાં બિગ બોસના ઘરમાં નોમિનેશન ટાસ્ક થયું. આ સાથે ત્રીજા નોમિનેશનમાં અસીમ રિયાઝ અને આરતી સિંહ સુરક્ષિત થઈ ગયા. જ્યારે બાકીના સ્પર્ધકો સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ, માહિરા શર્મા, શેફાલી બગ્ગા, દેવોલીના, પારસ છાબરા, સિદ્ધાર્થ ડે ઘરથી બેઘર થવા માટે નોમિનેટ થયા છે.

તેમને સાપ-સીડી ટાસ્ક મળશે, એમાં જે જીતે એ સુરક્ષિત બની જશે. આ ટાસ્કમાં દેવોલીના અગ્રેસિવ થઈ જાય છે અને ગુસ્સામાં શહેનાઝને થપ્પડ મારી દે છે. તો બીજી તરફ સિદ્ધાર્થ શુક્લા અને પારસ વચ્ચે પણ લડાઈ થઈ જાય છે.

Image source: Instagram

0 comments on “બિગ બોસમાં સ્પર્ધકો વચ્ચે યુદ્ધ છેડાયું, દેવોલીનાએ શહેનાઝને મારી થપ્પડ!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: